તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રબળ પ્રયાસ:ભાજપ સત્તા મેળવવા અપક્ષના સહકારથી એડીચોટીનું જોર લગાવશે, સત્તા ટકાવી રાખવા કૉંગ્રેસ પ્રબળ પ્રયાસ કરશે

ચોટીલા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચોટીલા તાલુકા પંચાયતમાં સત્તા હાંસલ કરવા બે બળિયા બાથે વળગ્યા જેવો ઘાટ

ચોટીલા તાલુકા પંચાયતમાં ગત ટર્મથી લઈ અત્યાર સુધીમાં બે વાર સત્તા પરિવર્તન અને 5 વાર પેટાચૂંટણી આવી છે, જેમાં પ્રથમ વાર અપક્ષના સહકારથી ભાજપે સત્તાનાં સુકાન સંભાળ્યાં હતાં. જોકે બાદમાં કૉંગ્રેસ સત્તામાં બેસી હતી. તાલુકા પંચાયતના 5 વર્ષના શાસનમાં તોડજોડની નીતિથી પેટાચૂંટણી પણ આવી હતી.

ત્યારે આગામી સમયમાં તાલુકા પંચાયતમાં સત્તા મેળવવા માટે ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે જ્યારે બીજી તરફ કૉંગ્રેસ દ્વારા પણ કોઇ કસર છોડવા માંગતા ન હોય તેમના દ્વારા પણ પુરતા પ્રયાસો કરાતા બે બળીયા બાથે વળગ્યા જેવો ઘાટ સર્જાયો છે.

ચોટીલા તાલુકા પંચાયતની 18 બેઠકો અને જીલ્લા પંચાયતની 4 બેઠકો માટે ચૂંટણી પડઘમ વાગતા કબ્જે કરવા પ્રમુખ રાજકિય પક્ષો વચ્ચે ઘમસાણ મચ્યું છે. ગત ચાલુ ટર્મનો તાલુકા પંચાયતનો રાજકિય ઇતિહાસ જોઇએ તો 18 બેઠક ધરાવતી તાલુકા પંચાયતમાં ગત વર્ષનો જનાદેશમાં કોગ્રેસ 8, ભાજપ 7 અને 3 અપક્ષો ચૂટાઇ આવ્યા હતા. જેમા અપક્ષના ટેકાથી પ્રથમ ભાજપની બોડી બે અઢી વર્ષ સાશન કર્યું હતુ.

જ્યારે બીજી ટર્મમાં ભાજપના સભ્યના સહકારથી કોગ્રેસ સત્તામાં બેસી હતી. ત્યારબાદ રાજકિય ખટરાગ વધતા 1 સીટ બામણબોર સહિતના ગામો રાજકોટમાં જતા એક બેઠક કોગ્રેસની ઓછી થઇ હતી.આમ કોંગ્રેસને સત્તા અપાવવામાં ભાજપ સદસ્ય સામે પક્ષાતર મુજબ કાર્યવાહી અને પેટાચૂંટણી આવી હતી.

તેમજ એક અપક્ષ અને બે કોંગ્રેસી સદસ્યો સતત મીટીંગમાં ગેરહાજર રહેતા સસ્પેન્ડ કરાયા હતા. જ્યારે લડત બાદ બે સીટની પેટા ચૂંટણીઓ થઈ હતી. 5 વર્ષમાં બે સત્તા પરિવર્તન, 5 પેટા ચૂંટણીનો ચકરાવો ધરાવતી ચોટીલા તાલુકા પંચાયતમાં સત્તા રૂઢ થવા બંન્ને પક્ષો કસોટી થશે.

સંયુક્ત પાલિકાના કૉંગ્રેસના ઉમેદવારોની પસંદગીનો નિર્ણય જિલ્લા સમિતિ કરશે
​​​​​​​સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસે પક્ષે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે કમિટી બનાવી છે પરંતુ તેમાં વિવાદ સર્જાતાં અંતે ઉમેદવારોની પસંદગીમાં જિલ્લા પ્રમુખ અને પ્રદેશ પ્રમુખની મહોર જરૂરી બની છે. પક્ષે 7 સભ્યની સમિતિ બનાવી છે. સમિતિએ ઉમેદવારોનાં ફોર્મ અને મત જાણી લીધો છે.

પરંતુ અમુક ઉમેદવારોની પસંદગીમાં સર્વસંમતી સધાતી નથી. આથી ઉમેદવારોની પસંદગીનો મામલો જિલ્લા સમિતિમાં પહોંચ્યો છે. જે ઉમેદવારોની સર્વસંમતી ન થાય તેનો નિર્ણય જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા કરશે. સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, જોરાવરનગર, 80 ફૂટ રોડ પરના વિસ્તારોમાં ઉમેદવારોની પસંદગી કૉંગ્રેસ માટે માથાનો દુખાવો બની ગયો છે.

પક્ષ મોટો છે, દરેક કાર્યકરને ટિકિટ માગવાનોે હક્ક છે
ભાજપ સૌથી વધુ કાર્યકર ધરાવતો પક્ષ છે. ટિકિટ માગવાનો દરેક કાર્યકરોને હક્ર છે. જે બેઠક પર વધુ દાવેદારો છે ત્યાં સ્થાનિક સામાજિક સમીકરણ મજબૂત છે અને જીતની બેઠકો છે. - તેજાભાઇ શિયાળીયા, તાલુકા ભાજપ મહામંત્રી

જીતની મનાતી બેઠકો ઉપર દાવેદારોની સંખ્યા વધુ છે
સૌથી વધુ દાવેદારી અંગે જે સીટ ઉપર વધુ દાવેદારો છે ત્યાં કોગ્રેસ ખૂબ જ મજબૂત છે અને અમારી વિનીંગ સીટ ગણાય છે. તેમજ એક અનામત બેઠક હોવાથી દાવેદારો આ બેઠક ઉપર વધુ છે.- સોમાભાઈ બાવળીયા, કૉંગ્રેસ પ્રમુખ

આ વખતની ચૂંટણીઓમાં ત્રિપાંખિયો જંગ જામશે
​​​​​​​ચોટીલા તાલુકા પંચાયતની 18 બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠકો ઉપર આપ ઉમેદવારી નોંધાવનાર છે. એટલે તાલુકામાં સ્થાનિક ચૂંટણીમાં અમારા આવવાથી ત્રિપાખીયો જંગ જામશે. - દેવકરણ જોગરાણા, જિલ્લા ઉપપ્રમુખ, આપ

સામાજિક માળખાને પ્રાથમિકતા અપાશે
​​​​​​​તાલુકા પંચાયતની 18 બેઠક માટે ભાજપ સમક્ષ 64 લોકો એ દાવેદારી નોંધાવી છે. સૌથી વધુ ઢોકળવામાં 8, મોટીમોલડીમાં 5 જણાએ દાવેદારી નોંધાવી હતી. સામે કૉંગ્રેસમાં કુલ 27 લોકોની દાવેદારી છે, જેમાં આણંદપુરમાં 4,સેખલીયા 3 અને પીપરાળીમાં 3 લોકોની દાવેદારી છે. આમાં સામાજિક માળખાને પ્રાથમિકતા આપવામાં આવે તેવી શક્યતા છે.

જિ. પં.ની 3 બેઠક ભાજપ, 1 કૉંગ્રેસ પાસે
વર્તમાન ચૂટણી સંદર્ભે જીલ્લા પંચાયતની 4 સીટ છે. જેમાંથી ત્રણ ભાજપ એક કોંગ્રેસ પાસે છે. હાલના સમયમાં ચાર બેઠક માટે ભાજપમાં 18 દાવેદારો છે. જેમાં સૌથી વધુ પીપરાળીમાં 6, ઢોકળવા 5 અને મોટી મોલડી માટે 5 ની દાવેદારી છે, તો કોગ્રેસમાં 10 દાવેદારો છે જેમા સૌથી વધુ રાજપરા માટે 4 લોકોની દાવેદારી છે.

વઢવાણ APMCના પૂર્વ ડિરેક્ટરો, 100થી વધુ કાર્યકર ભાજપમાં જોડાયા

​​​​​​​​​​​​​​​​​​​​​ જિલ્લામાં જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે શનિવારે વઢવાણ એપીએમસીના પૂર્વ ડિરેકટરો સહિત 100થી વધુ કાર્યકર શનિવારે ભાજપમાં જોડાયા હતા. વઢવાણના આનંદભુવનમાં પેજ પ્રમુખના કાર્ડ વિતરણના કાર્યક્રમમાં ખેસ પહેર્યો હતો.

લખતરમાં 166 કર્મચારી, 10 ઝોનલ ઑફિસરને ચૂંટણીલક્ષી તાલિમ

શહેરની મોડેલ શાળામાં શનિવારે ચૂંટણીલક્ષી તાલિમ યોજાઈ હતી. 9 માસ્ટર ટ્રેનરે 166 કર્મચારી અને 10 ઝોનલ ઑફિસરને તાલિમ આપી હતી. કાર્યક્રમમાં લખતરના મામલતદાર ડૉ. પલક ત્રિવેદી અને ટીડીઓ વાય. એમ. રાવલ હાજર રહ્યા હતા.

લખતર સુલેહથી રહેવા સૂચન કરાયું

તાલુકાના સ્ટેટ હાઈ-વે અને નર્મદા કૅનાલની નજીકમાં આવતા આદલસર અને ઢાંકી ગામની નાયબ જિલ્લા પોલીસ વડા એચ. પી. દોશીએ લોકદરબાર યોજ્યો હતો, જેમાં ચૂંટણી ટાણે સુલેહથી રહેવાના સૂચન સાથે ચોરી-લૂંટના ગુનાને ધ્યાને રાખી ગ્રામજનોને શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તરત પોલીસને જાણ કરવા માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો