આક્ષેપ:ભાજપે 7 કરોડ ઓફર કર્યા છે : રાજુ કરપડા

ચોટીલા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાણાવાડામાં ચોટીલા આપના ઉમેદવારે કરેલા આક્ષેપ ભાજપે ફગાવ્યા

ચોટીલા વિધાનસભાની ચૂંટણી દરેક પક્ષો મતદારોને રીઝવવા જોર લગાવી રહ્યા છે. ત્યારે દાણાવાડા ગામે આમ આદમી પાર્ટીનાં ચોટીલા વિધાનસભા બેઠકના ઉમેદવારે ભાજપ દ્વારા 7 કરોડની ઓફર કર્યાનું જણાવતા સમગ્ર વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીનાં દુધઇ ગામનાં ઉમેદવાર રાજુભાઇ કરપડાVR પ્રચારયાત્રા દાણાવાડા ગામે પહોંચી ત્યાં જાહેરમાં લોકોને સંબોધતા રાજુભાઇ જણાવ્યું કે ભાજપ પક્ષ દ્વારા મને 7 કરોડની ઓફર કરાઈ હતી જે મેં જાતી કરી.

આ અંગે રાજુભાઇ કરપડાએ જણાવ્યું કે 16 તારીખે રાત્રે 12:30 કલાકે આપણા જ વિસ્તારમાં ચા પીવાનાં બહાને મારા સબંધીનો ઉપયોગ કરી મારી સાથે મીટિંગ કરવામાં આવી હતી. તે સમયે મેં ઘસીને ના પાડી દીધી અને બહાર નીકળી ગયો અને બાદ મને સગા થકી ફરી બોલાવી પ્રદેશમાં હોદો અને જીલ્લા પંચાયતમાં સીટ સાથે રોકડા રૂપિયાની ઓફર કરાઇ પણ મેં એમાં પણ ના પાડી દીધી.

એ જ દિવસે મને રાત્રે કોઇ હિન્દી ભાષી ભાઇનો ફોન આવ્યો મારે મળવું છે. તમે સમજી શકો છો કે મારે શા માટે મળવું છે. અમને નેશનલ ટીમમાંથી કહેવાયું છે જે આડકતરી રીતે આ તરફ જ લઇ જતા હતા. મારી પાસે ફોન રેકોર્ડિંગ છે તેમજ સગા હોવાથી તેમને ખુલ્લા પાડી શકાય તેમ નથી. ભાજપનાં ઉમેદવાર શામજીભાઇ ચૌહાણે જણાવ્યુ કે આક્ષેપો જે હોય છે તે પાયા વિહોણા હોય છે.

અન્ય સમાચારો પણ છે...