ભક્તિ:ચોટીલા ITI ઓફિસ પાછળનું બટુક હનુમાનજી મંદિર આસ્થાનું કેન્દ્ર

ચોટીલા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
આસ્થાનું કેન્દ્ર બનેલા બટુક હનુમાનજી દાદા. - Divya Bhaskar
આસ્થાનું કેન્દ્ર બનેલા બટુક હનુમાનજી દાદા.
  • અંદાજે 70 વર્ષ પ્રાચીન આ મંદિરે ભક્તો ઉમટતા હોય છે

ચોટીલાના નાના પાળિયાદ રોડ પર આઇટીઆઇના બિલ્ડિંગ પાછળ આવેલા બટુક હનુમાનજી દાદાનું અંદાજે 70 વર્ષ પ્રાચીન મંદિર શ્રધ્ધાનું કેન્દ્ર બન્યું છે. અહીં એકદમ શાંત અને રમણીય વાતાવરણના કારણે ભક્તોને દિવ્યતાની પરમ અનુભૂતિ થાય છે. આ બટુક હનુમાનજીનું મંદિર ખૂબ નાનું છે પણ એકદમ શાંત વાતાવરણના કારણે ભક્તોને દિવ્યતાની અનુભૂતિ થાય છે.

આ અંગે બટુક હનુમાનજી દાદાના વર્ષોથી દર્શને આવતાં જયદીપભાઇ સુધીરભાઇ વોરાએ જણાવ્યું હતું કે અહીં શાંત વાતાવરણના કારણે ખૂબ જ શાંતિથી પૂજા કરીએ છીએ. અનેક ભક્તો એકદમ શાંતિથી અંદાજે 70 વર્ષ પ્રાચીન મંદિરે દાદાની દિવ્ય મૂર્તિ સામે હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ કરતાં હોય છે. જ્યારે દર શનિવારે નગરજનો પરિવાર સાથે દર્શને આવતાં હોય છે.

આ મંદિરમાં કોઇ પૂજારી નથી ભક્તો જ સંચાલન કરતા હોય છે
ચોટીલામાં લોકો જેમાં અપૂર્વ શ્રદ્ધા ધરાવે છે તેવા આ બટુક હનુમાનજીના આ મંદિરમાં કોઇ પૂજારી નથી પણ દાદાના ભક્તો જ મંદિરને રંગરોગાન, ધૂપ દીવા સહિતનું સંચાલન કરી બટુક હનુમાન દાદા પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...