આકર્ષણ:નોરતામાં ચોટીલા ડુંગર પર ટ્રસ્ટ દ્વારા લેસર શોનું આકર્ષણ

ચોટીલા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા ડુંગર ઉપર નવરાત્રિમાં સ્પેશિયલ લેઝર ઇફેક્ટનું નાવિન્ય જોવા મળશે.  - Divya Bhaskar
ચોટીલા ડુંગર ઉપર નવરાત્રિમાં સ્પેશિયલ લેઝર ઇફેક્ટનું નાવિન્ય જોવા મળશે. 

દેશ વિદેશમાં ભક્તગણ ધરાવતા રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે નવલા નોરતામાં એક ઇનોવેટીવ નાવિન્યતાનો ઉમેરો કરાયો છે. જે માઈ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. અને રાત્રી દર્શનનો અદ્ભૂત લ્હાવો માઈ ભક્તો લઇ શકે તેવું સૌ પ્રથમવાર ડુંગર ટ્રસ્ટ દ્વારા નવલા નોરતાનું નવલું આકર્ષણ ગોઠવવામાં આવેલુ છે.

ચોટીલા ખાતે આમતો દર નવરાત્રિ નીચેથી ઉપર સુધી પગથિયાઓ રોશની શણગારવામાં આવે છે. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા ખાસ ડિજિટલ લેઝર શો સંધ્યા બાદ ડુંગર ઉપર પ્રકાશિત થાય તેવું વિશેષ આયોજન કરાયું છે. આ લેઝર શો દ્વારા કોમ્પ્યુટરાઇઝ લેઝર કિરણો થકી ડુંગર ઉપર માતાજીની પ્રતિમા, ચામુંડા મંત્ર, માતાજીનું ત્રિશુલ સહિતના પ્રતિબિંબ સ્વરૂપે પડશે. જે દૂર નેશનલ હાઈવે ઉપર વાહનમાં જતા પણ નિહાળી શકાશે અને રાત્રી દર્શનનો અદ્ભૂત લ્હાવો માઈ ભક્તો લઇ શકે તેવું સૌ પ્રથમવાર ડુંગર ટ્રસ્ટ દ્વારા નવલા નોરતાનું નવલું આકર્ષણ ગોઠવવામાં આવેલું છે.

મહંત પરિવારનાં રૂપેશગીરી ગોસાઇએ જણાવ્યું કે ચોટીલા ડુંગરના 635 પગથિયાં છે. જે ઉપરથી નીચે સુધી રોશનીથી ઝળહળતા થશે તેમજ દરરોજ માતાજીના નવલા શણગાર તેમજ સ્પેશિયલ ઇફેક્ટ લેઝર શોની સાથે ડુંગર મંદિર ગર્ભગૃહ મંદિરમાં આબેહૂબ બ્રમ્હાન્ડની પ્રતિતિ માઈ ભક્તો કરી શકે તેવું ડિજિટલ બ્રમ્હાન્ડ નવલા નોરતામાં માઈભક્તો માતાજીના વિવિધ સ્વરૂપો સાથે નિહાળી શકશે.

અન્ય સમાચારો પણ છે...