તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા કાર્ય:અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા, જૈન યુવાનની પ્રદેશ યુવા ભાજપમાં મંત્રી તરીકે વરણી

ચોટીલા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સમયે શ્રમિકોને વતન જવા વાહનોની સગવડતા કરી આપી હતી

સુરેન્દ્રનગર જિલ્લાના યુવા જૈન અગ્રણી અને ખુબ જ નાની ઉંમરમાં જ રાજકીય, સામાજીક ક્ષેત્રે બહોળી નામના મેળવનાર જય શાહની પ્રદેશ યુવા ભાજપમાં મંત્રી તરીકે વરણી. જય શાહે મહામારી સમયે મોટી સંખ્યામાં શ્રમિકોને વતન જવા વાહનોની સગવડતા સહિત કોરોના દર્દીઓ માટે ખુબ જ દોડધામ કરી લોકચાહના પ્રાપ્ત કરી છે. જ્યારે ખુબ જ નાની ઉંમરે જ ચોટીલા પાંજરાપોળના ટ્રસ્ટીની જવાબદારી સહિત અનેક સંસ્થા ઓ સાથે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સંકળાયેલા છે.

જ્યારે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સુરેન્દ્રનગર જિલ્લા સહ‌ સંયોજક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કલ્ચરલ બોર્ડ મેમ્બર સહિત અન્ય સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલાં છે. પ્રદેશ યુવા ભાજપમાં મંત્રી તરીકે વરણી થતાં ભાજપ અગ્રણીઓ, સામાજીક સંગઠનો સહિતના લોકોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...