ચોટીલા તાલુકાના ખેરાણા ગામે જવાનો પાંચવડાથી સાત કિમીનો રસ્તો ઘણા વર્ષોથી બિસ્માર છે.જેને બનાવાવ બે વર્ષ પહેલા મંજુરી અપાઇ છતા કોન્ટ્રાક્ટરે કામ શરૂ ન કરતા ગ્રામજનો રોષે ભરાયા હતા.આથી પ્રાંત અધિકારીને આવેદન પાઠવી મંજુર રસ્તાનું કામ શરૂ કરાવવા અને ગામની પાણીની સમસ્યા હલ કરાવવા માંગ કરી હતી.
ચોટીલા તાલુકાનું 4500ની વસ્તી ધરાવતું ખેરાણા ગામ છે આ ગામમાં જવા માટે પાચવડા થી સાત કીમી નો રસ્તો છે. જે ઘણા વર્ષોથી બિસ્માર છે. આ ડામર રોડ બે વર્ષ પૂર્વે મંજુર થયેલ છે. છતા કોન્ટ્રેક્ટર દ્વારા કામ શરૂ કરાયું નથી. આ રોડ ઉપરના નાળા તુટી ગયા છે. પાચવડા નજીક ચોમાસામાં સતત પાણી નું વહેણ હોવાથી તે સ્થળે સીસી રોડ બનાવવાની માગણી કરી છે.
આગામના ડંકી કુવાના તળ ડુકી ગયા છે ગામ આખું નર્મદાના નીર આધારિત છે.પાણી વિભાગની બેદરકારી ને કારણે અવાર નવાર મુશ્કેલી ઉભી થાય છે. નાગરીકો અને માલઢોરને પાણીની હાલાકી ભોગવવી પડે છે.આથી ગ્રામજનોએ શુક્રવારે પ્રાતઅધિકારી પ્રિયંકકુમાર ગલચરને આવેદન પાઠવી ઉચ્ચ અધિકારીની દેખરેખ હેઠળ રસ્તાનું કામ શરૂ કરાય અને પાણી સમસ્યા હલ કરવા માગણી કરી છે. અનેક વખત રજૂઆતો કરી છતા આજદિન સુધી કોઇ ઉકેલ આવેલ નથી ગામ લોકો ફરિયાદ અને રજૂઆત કરી ને થાક્યા છે. નિરાકરણ નહીં આવે તો ના છુટકે ઉપવાસ અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ફરજ પડશે તેમ ચીમકી ઉચ્ચારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.