તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:ચોટીલા ભાજપ પ્રમુખના મોત મામલે કોળી સમાજનું આવેદન

ચોટીલા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદન પાઠવ્યું

ચોટીલા તાલુકા ભાજપ પ્રમુખના મોત મામલે કોળી સમાજે પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદન પાઠવ્યુ હતુ. જેમાં આ બનાવમાં હત્યા હોવાના આક્ષેપ કરી સીઆઇડી ક્રાઇમ પાસે તપાસ કરાવવા માંગ કરી હતી. અને જો પગલા નહી લેવાય તો રાજ્યભરમાં કોળી સમાજ ન્યાયિક તપાસ માટે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ચોટીલાના રેશમીયા ગામ પાસે માથાના ભાગે ઇજા અને બાઇક ને નુકશાન થયેલ હાલતમાં તાલુકા ભાજપ પ્રમુખ વિરજીભાઈ પરાલીયાની લાશ થોડા દિવસ પહેલા હતી. જેને પોલીસે અજાણ્યા વાહનની ઠોકરે મૃત્યુનું પ્રાથમિક કારણ દર્શાવ્યું હતું.

ત્યારે કોળી સમાજના માંધાતા ગૃપ ગુજરાત અને ચોટીલા કોળી સમાજનાં આગેવાનો અને લોકો એ આ સંદર્ભે હત્યા હોવાનો આક્ષેપ કરી ન્યાય આપવા બેઠક યોજી હતી. જેમા સમાજના રાજકિય અને સામાજીક આગેવાનો સાથે સમાજ મોટી સંખ્યામાં એકત્ર થયેલ હતા ત્યાંથી પ્રાત કચેરીએ આવી શિસ્તબંધ્ધ શાંતિ પૂર્વક મામલતદાર અને પ્રાત અધિકારીને આવેદન આપ્યુ હતુ. જેમા તેઓની મુખ્ય રજૂઆત એવી હતી કે વિરજીભાઈ તાલુકા ભાજપ પ્રમુખ હતા તેમજ તેમનો પુત્ર બનાવના આગલા દિવસે તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ તરીકે ચૂટાઇ આવ્યા હતા.

તેના બીજા જ દિવસે તેમની લાશ ગામથી એક કિમી દૂર મળી આવી હતી.તે ઘટના સ્થળે ઉપર જેતે સમયે જોતા અમોને આ બનાવ અકસ્માતનો નથી લાગતો છતા અકસ્માતમાં ખપાવી ફીંડલું વાળવા પ્રયાસ થતો હોવાનો આક્ષેપ સમાજના આગેવાનોએ કર્યો હતો. જ્યારે સરકાર દ્વારા આ બનાવની તપાસ સીઆઇડી ને સોપાય અને સત્ય બહાર લાવવામાં આવે તેવી માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો