રજૂઆત:નાવુગામ, નાવા, રૂપાવટી, ચોટીલામાં ખુલ્લેઆમ વેચાતો દારૂ બંધ કરાવવા પોલીસને નનામો પત્ર

ચોટીલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હલકી કક્ષાનો દેશી દારૂ પીવાથી મૃત્યુ થયેલાની નામાવલી સાથે રજૂઆત
  • બુટલેગરના નામ જણાવ્યા, દારૂમાં થોરના ડીડલા, પશુને મારવાના ઇન્જેક્શન ભેળવાય છે

ચોટીલાના નવુગામ, નાવા, પાજવાળી તેમજ ચોટીલામાં ચોક્કસ લોકો દ્વારા દેશી દારૂનું ઉત્પાદન અને વેચાણ કરાતું હોવાનો અનામી પત્ર લખી પોલીસમાં રજૂઆત કરતા ચકચાર મચી છે. આ પત્ર લખનારે જણાવ્યું છે કે ઉપરોક્ત ગામોમાં છેલ્લા ઘણા સમયથી દેશી તથા વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. બુટલેગરના નામ જણાવી તેના દ્વારા દેશી દારૂમાં થોરના ડીડલા અને પશુને મારવાના ઇન્જેક્શન ભેળવે છે. આવા દારૂ પીવાથી અનેક લોકોના અકાળે અવસાન થયેલા છે. અરજીમાં આવા 15 મૃતકોની યાદી આપવામાં આવેલ છે.

અને ભેળસેળયુકત દારૂ પીવાથી અનેક બહેનો યુવા વયે વિધવા બનેલા છે. અને બાળકો રઝળી પડેલા છે. દારૂનાં ધંધાર્થીઓની ચોક્કસ ચેનલ કામ કરે છે. ચોટીલા મફતિયાપરામાં, બસસ્ટેન્ડ નજીક સંધીવાડમાં, થાનગઢ રોડ ઉપર સહિત અનેક હાટડાઓ ટાઇમ ટેબલ મુજબ ધમધમે છે. ઘણા સમયથી દારૂની બંદી ફુલીફાલી છે.

છતાં કોઇ ચોક્કસ કારણોસર પગલા લેવાતા નહી હોવાનું કહેવાય છે. કેટલાક રહેણાક વિસ્તારોમાં વર્ષોથી ચાલતા દેશીના અડ્ડાઓમાં હપ્તા પધ્ધતીની પણ ચર્ચા છે. અનામી વ્યક્તિએ પત્ર લખી જણાવેલ છે કે બુટલેગરો માથાભારે હોવાથી તેમની વિરૂદ્ધ કોઈ બોલે તો ધમકીઓ આપે છે. આવા લોકો ને પકડી સફળ દરોડા પાડી કાર્યવાહી કરવા માંગ કરેલી છે.

અન્ય સમાચારો પણ છે...