તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:સ્થાનિક રજાના નિર્ણયથી બુધવારે ચોટીલાની તમામ શાળાઓ બંધ રહી

ચોટીલા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચોટીલા શહેર અને ગ્રામ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં જન્માષ્ટમી પર્વની બે દિવસની રજા ઉપરાંત કેટલાક પે સેન્ટરોએ સત્તાની રૂહે સ્થાનિક રજાઓ ગોઠવેલી હતી. જેને કારણે બુધવારે આગોતરા આયોજન સમયે ચોટીલા શહેર સહિત ગ્રામ્યની કેટલીક શાળાઓ બંધ રહેતા સવાલ ઉઠેલા છે. તા. 2થી શાળાઓમાં 6થી 8ના શિક્ષણ કાર્યનો પ્રારંભ કરવાની રાજ્યના શિક્ષણ વિભાગે જાહેરાત કરેલી. જેના આયોજનના ભાગે આગલા દિવસે શાળા અને વર્ગ ખંડોની સફાઇ, સેનિટાઇઝરની કામગીરી, વિદ્યાર્થીઓને શાળા સુધી લાવવા વાલી સમંતિ, 50 ટકા હાજરી મુજબ એકી-બેકી પધ્ધતિ અને ડિસ્ટન્સ સાથે બેઠક વ્યવસ્થા માટેની કામગીરી હાથ ધરવાની થતી હતી.

પરંતુ આવી સ્કૂલોમાં અગાઉથી સ્થાનિક રજા હોવાથી એડવાન્સ કામગીરી અંગે સવાલ ઊઠેલા છે. જાણવા મળ્યા મુજબ વર્ષમાં 3 રજા પે સેન્ટરે ગોઠવવાની હોય છે. જે રજાને તાલુકા કક્ષાએ મંજૂર કરાતી હોય છે. રવિવાર બાદ બે દિવસની સરકારી જાહેર રજા હતી. જેથી કેટલાક પે સેન્ટરોએ બુધવાર, ગુરૂવારની સ્થાનિક રજા રાખતા રાજ્ય સરકારના અભિગમને આવી શાળામાં પ્રથમ દિવસે સફળતા ન મળે તેવી પૂરી સંભાવના રહેલી છે.

આ અંગે તાલુકા શિક્ષણાધિકારી વી. ડી. દેવથળાએ જણાવ્યું કે સ્થાનિક રજાઓ અગાઉ મંજૂર થયેલી સરકારનો આદેશ 27 મીએ થતા આજે તમામ આચાર્યો અને પે સેન્ટરને ટેલિફોનિક અને ગૃપ સૂચનાઓ આપી શાળા સફાઈ સહિત કામગીરી કરાવેલી છે. ગુરૂવારની જે પે સેન્ટરની રજા મંજૂર કરાયેલી તેને તાત્કાલિક રદ કરી તમામ શાળાઓમાં 6થી 8 પ્રથમ દિવસે પૂર્વરત થાય તે માટે આદેશ કરેલા છે.

અન્ય સમાચારો પણ છે...