તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:બિસ્મિલ્લા ખાંને સાંભળ્યા પછી ચોટીલાના નવૃત્ત કર્મચારી નાકથી શરમાઈ વગાડતાં શીખ્યા

ચોટીલા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છના સુલેમાન જુમ્માથી પ્રેરણા લઈ અનોખા શરણાઈ વાદક બન્યા
  • બળવંતરાયભાઈ રાગ હંસ ધ્વનિ, રાગ ભુપાલી, ભીમપલાસી, કાફી, હોરી, ભૈરવી, કલાવતી જેવા રાગોનું નાકમાંથી શરણાઇના સુર દ્વારા વાદન કરે છે

ચોટીલાના તાલુકા પંચાયતના ક્વાર્ટર પાસે રહેતા 73 વર્ષના વડીલ બળવંતરાય પ્રેમશંકર આચાર્ય નાકના બન્ને ફોયણામાંથી શરણાઇના એવા આબેહુબ સુર રેલાવે છે કે સાંભળનાર મંત્રમુગ્ધ બની જાય. ચોટીલાના આ 73 વર્ષના વડીલને 1974ની સાલથી આ કલા સાધ્ય છે. આ અંગે બળવંતભાઇ આચાર્ય જણાવે છે કે 1974ની સાલમાં હું થાનગઢ ગામના સરકારી રેસ્ટ હાઉસમાં નોકરી કરતો હતો. ત્યારે તે સમયની થાનગઢની પરશુરામ પોટરીના બ્લોકમાંથી નાકના બન્ને ફોયણામાંથી શરણાઇ વગાડવાની શરૂઆત કરી હતી.3

બાદમાં ચોટીલા તાલુકા પંચાયતના ક્વાર્ટરમાં અને સિકોતર માતાના મઢમાં પણ હું નવરાત્રિ સમયે ગરબીમાં નાકમાંથી શરણાઇના સુર રેલાવતો હતો. ચોટીલાના સરકારી રેસ્ટ હાઉસ અને ચોટીલા તાલુકા પંચાયતના આ નિવૃત કર્મચારીએ જણાવ્યું કે ભારતરત્ન શરણાઇ વાદક બિસ્મીલ્લા ખાન સાહેબ અને કચ્છના સુલેમાન જુમ્મા સાહેબનુ શરણાઇ વાદન મેં રેડીયો ઉપર વારંવાર સાંભળેલુ અને મને તેમાંથી પ્રેરણા મળી અને મેં નાકના ફોયણામાંથી શરણાઇ વગાડવાનુ ચાલુ કરેલી.

બળવંતભાઇ આચાર્ય રાગ ભીમપલાસી, રાગ હંસ ધ્વનિ, રાગ ભુપાલી, કાફી, હોરી, કલાવતી, ભૈરવી, રાગ દરબારી, બાગેશ્રી, રાગ યમન કલ્યાણ, જેવા અનેક રાગોને બન્ને નાકના ફોયણામાંથી શરણાઇના સુર રૂપે વગાડતાં સાંભળીને ભલભલા મંત્રમુગ્ધ બની જાય છે. બળવંતભાઇને વાદન અને ગાયકીની બક્ષિસ તેમના નાના ભાગવતભાઇ શુક્લ તરફથી મળી છે એમ પણ કહી શકાય. તેમના આ નાના ભાગવતભાઇ ધ્રાંગધ્રા સ્ટેટમાં મહારાજા અજીતસિંહના સમયે રાજ ગવૈયા હતાં.

અન્ય સમાચારો પણ છે...