રજવાડી યુગની યાદ:ચોટીલામાં રાજવી પરિવારના પુત્રના રજવાડી પરંપરા મુજબ લગ્ન

ચોટીલા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોટીલાના રાજવી પરિવારના કુંવરના રાજાશાહી પરંપરા મુજબ લગ્ન થયાં હતાં. - Divya Bhaskar
ચોટીલાના રાજવી પરિવારના કુંવરના રાજાશાહી પરંપરા મુજબ લગ્ન થયાં હતાં.
  • બળદગાડા, અશ્વો, બગી, ઊંટના ઠાઠમાઠ સાથે રજવાડી યુગની યાદ અપાવતું ફૂલેકું નીકળ્યું
  • અનેક સ્ટેટના​​​​​​​ રાજવી પરિવારો ઉપસ્થિત રહ્યાં, પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ લગ્નમાં ખાસ હાજરી આપી

ચોટીલાના રાજવી પરિવાર સ્વ.દાદાબાપુ નાના બાપુ ખાચરના પૌત્ર કુલજીતકુમાર મહાવીર કુમાર ખાચરના લગ્ન રજવાડી પરંપરા પ્રમાણે થયાં હતાં. લગ્નમાં દેશ- પરદેશના મહાનુભાવો સહિત રાજસ્થાન સહિત અનેક સ્ટેટના રાજવીઓએ હાજરી આપી હતી.

વિન્ટેજ કાર
વિન્ટેજ કાર

ચોટીલાના રાજવી પરિવારના મહાવીર કુમાર ખાચરના જ્યેષ્ઠ પુત્ર કુલજીત કુમાર ખાચરના લગ્ન આરોયલ ફેમીલીની રાજવી પરંપરા મુજબ યોજાયાં હતાં. આ પ્રસંગે દેશ પરદેશના મહાનુભાવો સહિત રાજ્યના અનેક સ્ટેટના રાજવીઓ અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ યુવા ભાજપ મંત્રી જય શાહ સહિત આ રાજવી પરિવારના જયવીરકુમાર ખાચર, છત્રજીતકુમાર ખાચર, નગરજનોએ ખાસ હાજરી આપી હતી. કુલજીતકુમારનું પ્રાચીન રજવાડા યુગની યાદ તાજી કરતું ફુલેકું નીકળ્યું હતું. જેમાં વરરાજાએ સોના ચાંદીની ભાત ધરાવતો સાફો અને હીરાજડીત કલગી અને સોનેરી ઝાંય ધરાવતા વસ્ત્ર ધારણ કર્યો હતાં.ફુલેકામાં શણગારેલા અશ્વો, રજવાડી સીગરામ, બગી, ડમણિયા, ઊંટ, બળદગાડા સહિત આ ફુલેકું નીહાળવા નગરજનો ઉમટ્યાં હતાં.

જૂનુ બળદગાડું
જૂનુ બળદગાડું
અન્ય સમાચારો પણ છે...