તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર દરમિયાન મોત:ચોટીલાના જીઝૂંડા ગામના ઝગડામાં ઘવાયેલા યુવાનનું 28 દિવસે મોત

ચોટીલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી લાશનો અસ્વિકાર સાથે લોકોના ટોળે-ટોળાં પોલીસ મથકે ઉમટી પડ્યાં

ચોટીલાના જીઝૂંડા ગામે તા. 31 મેના થયેલા ઝગડામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન 28 દિવસે મોત થયુ હતુ. ત્યારે આ બનાવમાં પરિવારજનોએ આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી લાશનો અસ્વીકાર કરતા મામલો બિચક્યો છે.

અમદાવાદ ખાતે જીઝૂંડા ગામના ઇજાગ્રસ્ત માવજીભાઇ વીરજીભાઇ ગાંગડીયાના બે મહિના પહેલા મરણ ગયેલા ભાઇના પત્નીને ધમાભાઈ ખાચર સાથે આડા સબંધ હોવાની શંકા હોય જે બાબતના મનદુઃખમાં ધમાભાઇ શાંતુભાઇ ખાચર, રવુભાઇ મનુભાઇ, લાલાભાઇ વીનુભાઇ કાઠી દરબારે પાઇપ, લોખંડની ઇટો વડે માર મારતા ગંભીર ઈજાઓ પહોચી હતી. આથી ઇજાગ્રસ્ત માવજીભાઈ સારવાર હેઠળ હતા. ગામનાં આગેવાનો અને પરિવારજનો સાથે સ્થાનિકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનમાં ઉમટયા હતા.

ઘટનાને 28 દિવસ થવા છતા આરોપીઓ પોલીસના હાથમાં આવેલ નથી અને ઈજાગ્રસ્ત માવજીભાઇનું મૃત્યુ નિપજતા બનાવ સંદર્ભે આગેવાનો સાથે લોકો પોલીસ સ્ટેશનમાં ઘસી આવ્યા હતા. સમગ્ર મામલે જાહેરમાં પોલીસની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કરેલો છે તેમજ આરોપી સાથે સાંઠગાંઠ હોવાના આક્ષેપો કરતા ચકચાર મચી છે. મૃતકના પરિવારજનોએ આરોપીની ધરપકડ પહેલા પછી લાશ સ્વીકારવાનું કહેતા મામલો બિચક્યો છે. અને પોલીસ અધિકારીઓ માટે દોડધામ થઈ ઉઠી છે.

સમગ્ર બનાવ અંગે નાની મોલડી પીએસઆઈ ડી. બી. ચૌહાણે જણાવ્યુ કે, હાલ પરિવારજનો સાથે સમજાવટ ચાલે છે જે તે સમયે ડોક્ટરના અભિપ્રાય મુજબ ગુનો દાખલ કરેલો છે. માવજીભાઇનું મોત નિપજતા હત્યાની કલમનો ઉમેરો કરાશે. આરોપીઓના મોબાઇલ લોકેશન મેળવી ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...