સુરેન્દ્રનગર જિલ્લાના જામીન દ્વારા ફરાર થયેલ કેદીઓને શોધી કાઢવા ખાસ સુચના દ્વારા સુનગર જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એચ.પી.દોશીની સૂચનાથી પેરોલ પેરોલથી જેલમાંથી ફરાર કેદીઓને તાત્કાલિક એક્શન પ્લાન બનાવી શોધી કાઢવા પેરોલ ફ્લો સ્કોવડના પી.એસ.આઇ એસ.પી. ઝાલા તથા પોલીસ સ્ટાફ દ્વારા પેરોલ થી છૂટેલા ત્યાર બાદ ફરાર થયેલ હોય તેવા કેદીઓને શોધવા જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગ ફરી હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સોર્સીસનો ઉપયોગ કરી પેરોલ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.
તે દરમિયન ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખુન કેસમાં આજીવન કેદની સજા પામેલ રાજકોટ મધ્યસ્થ જેલનો પાકા કામનો કેદી દામનગર નો રહીશ હંસરાજભાઈ સંઘાભાઈ ઝંઝવાડીયા ઉંમર વર્ષ 45 તા.15/7/2016ના રોજ પેરોલ રજા પર છૂટીને ઘરે આવ્યો હતો. ત્યારબાદ રજા પૂરી થઈ રાજકોટ જેલમાં હાજર થયેલ ન હતો.
છેલ્લા સાડા છ વર્ષથી ફરાર કેદી ને બાતમી ની ખાનગી રહે દામનગરથી પકડી પાડી કેદીને પોલીસ જાપ્તા સાથે રાજકોટ મધ્યસ્થ જેલ સોંપી આપવા આગળની કાર્યવાહી કરી હતી.આ કાર્યવાહીમાં પેરોલફર્લો સ્કવોડના પીએસઆઇ એસ.પી.ઝાલા તથા સ્ટાફના એ.એસ.આઇ નરપતસિંહ સુરૂભા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ગુલામ રસુલ ભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સનાભાઇ અને અશ્વિનભાઈ અને ભગીરથસિંહ સહિતની ટીમ જોડાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.