તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંમેલન:આજે કાઠી સમાજનું નવા સુરજદેવળે સંમેલન યોજાશે

ચોટીલાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમરેલીના લુવારાની ઘટનાના પડધા
 • ચોટીલા મામલતદારને આવેદન અપાયું

અમરેલીના લુવારાની કાઠી દરબાર સમાજની દીકરી સાથે પોલીસ વર્તનના ઘેરા પડઘા પડયા છે. જેના ન્યાયની લડત માટે આજે ચોટીલા નજીકના નવા સુરજદેવળ જગ્યા ખાતે સંમેલન યોજાશે. કાઠીક્ષત્રિય સમાજ દ્વારા એવો આક્ષેપ કરાયો છે કે અમરેલી એસપી દ્વારા છેલ્લા બે વર્ષથી તેમના સમાજને ટાર્ગેટ કરી આગેવાનો ઉપર ખોટા ગુનાઓ દાખલ કરાયા છે. તાજેતરમાં લુવારા ગામે સમાજની નિર્દોષ દિકરી ઉપર ખોટી કલમો લગાવી ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે.

જે અન્યાય સામે તમામ સ્તરે લડત આપવા સમગ્ર રાજ્યમાં વસતા કાઠી સમાજને આમંત્રિત કરી સંમેલન યોજાયેલ છે. બીજી તરફ અમરેલીના લુવારા ગામે કાઠી સમાજની દિકરી સાથે પોલીસ વર્તનને વખોડી ન્યાયની માંગણી સાથે અખિલ વિશ્વ હિન્દુ પરિષદ અને અખિલ વિશ્વ ગૌસવર્ધન પરિષદે શનિવારે મુખ્યમંત્રીને સંબોધિત આવેદનપત્ર ચોટીલા મામલતદારને આપ્યુ હતું. જેમાં આ ઘટનામાં બહેનને યોગ્ય ન્યાય મળે તે માટે કાઠી સમાજને ટેકો જાહેર કરીએ છીએ, મુખ્યમંત્રીના માધ્યમથી તત્કાલ ઘટતુ આ ઘટનામાં કરાવવા અને ન્યાય કરવાની માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો