ચોટીલા શહેરમાં સરકાર દ્વારા મુકાયેલ પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની બુમરાડ ઉઠી હતી.આથી પોલીસે બાતમીના આધારે મોબાઇલ શોપમાં એક શખ્સ ને વેચાણ કરતા મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોટીલા શહેરમાં આણંદપુર રોડ ઉપરની મોબાઇલની દુકાનમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ભીમગઢ ગામનાં અમિત ભુપતભાઇ ઝાપડીયાને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની બે જુદી જુદી બ્રાન્ડની 58 ફિરકીઓ રૂ.7250ના મુદ્દામાલ સાથે પીઆઈ જે.જે.જાડેજા, પીએસઆઇ સી.એ. એરવાડીયા, કેતનભાઇ ચાવડા સહિતનાએ પકડી કાર્યવાહી હાથ ધરી છે. લોકો અને પક્ષીઓના જીવન માટે જોખમી દોરી વેચાણ કરનારા સામે ખાનગી બાતમીદારોને કામે લગાડાય તો હજું વધુમાં વેચાણ કર્તા ઝપટે ચડે તેવું ચર્ચાઈ રહ્યું છે .
ધ્રાંગધ્રામાંથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો પકડાયો
ધ્રાંગધ્રા | ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિતના માર્ગદર્શનથી ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર આર.એમ. સારોદે સૂચનાથી ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા શહેરના નવયુગ સીનેમા રોડ નેશનલ હેર આર્ટ દેના બેંકવાળા ખાંચામાં વેચાણ કરતા આરોપી ધ્રાંગધ્રાના જૂની ખરાવાડ વિસ્તારમાં રહેતા બાબુભાઇ ઉર્ફે સંજયભાઈ જેઠાભાઇ ચાવડાને ચાઈનીઝ દોરીના ફીરકા નંગ- 4 સાથે પકડી પાડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.