ધરપકડ:12 બેડની હોસ્પિટલ ચલાવતો બોગસ તબીબ પકડાયો

ચોટીલા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચોટીલાના આણંદપુર રોડ પર અલગ અલગ નામથી 2 અને મોકસરમાં પણ1 પણ દવાખાનું ખોલ્યું હતું
  • નર્સ પણ પકડાઇ : દવાખાનું સીલ કરી 125થી વધુ એલોપેથીક દવાઓ જપ્ત

ચોટીલાના આણંદપુર રોડ પર કોમ્પલેક્ષમાં 6 દુકાનો ભાડે રાખી 12 બેડની હોસ્પિટલ ચલાવતા બોગસ તબીબ અને નર્સની આરોગ્ય વિભાગે પકડી કાર્યવાહી હાથ ધરી છે. તબીબ પાસે ડિગ્રી ન હોવા છતાં તે ઘણાં સમયથી જુદા જુદા ગામોમાં જુદા જુદા નામો સાથે દવાખાના ચલાવતો હોવાનું ખુલતા દવાખાનાને સીલ કરી પોલીસ કાર્યવાહી હાથ ધરાઇ છે. ચોટીલા  આરોગ્ય વિભાગના એસ.કે.ઉપાધ્યાય, રેખાબેન બારોટ, નરેશભાઈ સોલંકી, વિપુલભાઈ પીઠવા સહિત ટીમે આણંદપુર રોડ પરના ધરતી કોમ્પલેક્ષમાં 6 દુકાનો ભાડે રાખી 12 બેડની હોસ્પિટલ ચલાવતો મૂળ ખેરડીનો અને ચોટીલા રહેતા વિશાલભાઈ વિઠલભાઈ સોરાણી તેમજ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી વર્ષાબેન મનસુખભાઇ બાવડીયાને સર્ચ ઝડપી પાડ્યા હતા. હોસ્પિટલમાંથી એન્ટિકબાયોટિક દવાઓ, કફસીરપ, ઇન્જેશનો અને ગ્લુકોઝના બાટલાનો જથ્થો મળી આવતા આરોગ્ય વિભાગે હોસ્પિટલ ને સીલ કરી આગળ કાર્યવાહી માટે ચોટીલા પોલીસ ને જાણ કરી હતી.

રાજકોટ ઓર્થોપેડિક હોસ્પિ.માં ફરજ બજાવતો
તબીબનું આણંદપુર રોડ પર શિવ ક્લિનિક, મોકસર ગામે શારદા હોસ્પિટલ, જે સીલ કરાયું તે જનની હોસ્પિટલના નામથી દવાખાના ચાલતા હતાં. અગાઉ તબીબ રાજકોટમાં ઓર્થોપેડિક હોસ્પિટલમાં હતો ત્યારે બુઘો તરીકે બોલાવતા હતા.

સવારે ઠંડી લાગ્યા બાદ દવા લેવા આવ્યો હતો
હીરાસરના વલ્લભભાઈ નાકિયાએ જણાવ્યું કે, ઠંડી લાગતા દવા લેવા આવ્યો અને દાખલ કરી બાટલો ચડાવ્યો હતો. 

રાજકોટ BHMS કોર્ષ માં એડમિશન લીધી હતું
વિશાલ સોરાણીએ જણાવ્યું કે મેં રાજકોટમાં 2015 માં બી.એ ડાંગર કોલેજ ખાતે સાડા વર્ષના BHMSના કોર્ષ બાબતે એડમિશન લીધેલ છે.

અન્ય સમાચારો પણ છે...