યાત્રિકોની સંખ્યામાં ઘટાડો:ચોટીલામાં વૈશાખી પૂર્ણિમાના દિવસે યાત્રીકોનો 50 % ઘટાડો

ચોટીલા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરમીમાં વધારો થતા તળેટીમાં આવેલી બજારો ખાલી

સુરેન્દ્રનગર જિલ્લાના પવિત્ર યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર વૈશાખી પૂર્ણિમાના રોજ યાત્રિકોની સંખ્યામાં જબ્બર ઘટાડો નોંધાયો છે. ધંધાર્થીઓના જણાવ્યા પૂનમના દિવસે યાત્રિકો ની સંખ્યા માં 50 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. જેની અસર ધંધા રોજગાર પર પડી રહી છે.

ચામુડા માતાજી ડુંગર દર્શને પૂનમના દિવસે લાખો માઇભક્તો આવતા હોય છે. જેને લઇને તળેટી બજાર આખી રાત ધમધમતી રહે છે. તેમજ ડુંગર પગથિયા નો મુખ્ય ગેઇટ પણ પૂનમના દિવસે વહેલી પરોઢે ખોલી નાખવામાં આવતો હોય છે. સોમવારના વૈશાખ માસ ની પૂનમ ના ચોટીલા યાત્રાધામમાં આવતા માઇભક્ત યાત્રિકોમાં મોટો નોંધનીય ઘટાડો જોવા મળેલ છે. સવારે થોડો પ્રવાહ રહેલ પરંતુ બપોર બાદ તો તળેટી બજાર પણ ખાલીખમ જોવા મળી હતી. ધંધાર્થીઓ ના અભ્યાસ મુજબ દર પૂનમના જે પ્રવાહ હોય છે તેના 50 ટકા જ લોકો નો પ્રવાહ રહેલ છે .

આ નોંધનીય ઘટાડા અંગે મહંત પરિવારનાં મનસુખગીરી ગોસાઇએ વાત કરતા જણાવેલ કે છેલ્લા એક સપ્તાહથી અસહ્ય ગરમી અને હીટવેવને કારણે યાત્રિકો ઉપર પણ અસર જોવા મળેલ છે. પૂનમના દિવસે તળેટી રોડ વન વે કરવો પડતો જેના બદલે આખો રસ્તાઓ ખાલી ખમ રહ્યાે હતાે.

અન્ય સમાચારો પણ છે...