તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચોટીલા નેશનલ હાઇવેપર અંગત અદાવતમાં હવામાં ચાર રાઉન્ડ ગોળીબારનો બનાવ બન્યો હતો. જેમાં આરોપીઓ ફાયરીંગ કરી આતંક મચાવી ધમકી આપી નાસી છુટયા હતા. આ બનાવની પોલીસને જાણથતા પોલીસેઘટના સ્થળે દોડી જઇ સ્થળ પરથી ફુટી ગયેલા કારતુસ કબજે કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ચોટીલા નેશનલ હાઇવે ઉપર રવિવારે રાત્રીના અંગત અધવદાવતમાં ફાયરીંગ ની ઘટના બનતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ મન્સુરભાઇ વલીભાઇ લોલાડીયા અને અન્યો મોટી વાડી નજીક ચાલતી તેમની સાઇટ ઉપર મોડી રાત્રીના હતા. તે સમયે રાજકોટ રહેતો આરોપી અવેશ ઉર્ફે અવલો ગનીભાઇ ઘોણીયા તથા મોરલી તથા અન્ય ત્રણ અજાણ્યા ઇસમોએ એક સંપ કરી નંબર વગરની સફેદ કલરની ફોર્ચ્યુનર કારમાં આવી મન્સુરભાઇ સાથેના અગાઉના મનદુઃખના કારણે ભુંડા બોલી ગાળો આપી હતી.
ત્યારબાદ પીસ્તોલ વડે ચાર રાઉન્ડ ફાયરીંગ કરી આતંક મચાવી સાહેદ ધારાભાઇ મુળાભાઇ સસરાને પગના ભાગે ધારીયુ મારી ઇજા પહોચાડી હતી. સાથેના આરોપીઓએ ફરીયાદીની કારના કાચ પથ્થર વડે ફોડી મારી નાખવાની ધમકી આપી નાસી છુટ્યા હતા. જ્યારે પોલીસને આ બનાવની જાણ થતા દોડી જઇ અને સ્થળ ઉપરથી ફુટી ગયેલ કારતુસ કબજે કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.