તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચોટીલા પોલીસ ટીમે બાતમીના આધારે નાનીમોલડી ગામે દરોડો કર્યો હતો. જ્યાં વંડાના ફળીયામાં બનાવેલા અન્ડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં તપાસ કરતા વિદેશીદારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે 3004 વિદેશીદારૂની બોટલ,પીકપવાન, કાર સહિત રૂ.15.96 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની દારૂની બદીને નાબુદ કરવાની સુચનાને લઇ ચોટીલા પોલીસ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.તે દરમિયાન અલગ અલગ વાહનોમાં વિદેશીદારુ ભરી અલગ અલગ જગ્યાએ મોકલવાના હોવાની મળેલી બાતમીના આધારે તાલુકાના નાનીમોલડી ગામે દરોડો કર્યો હતો. જ્યાં ગામના ભરતભાઇ રામભાઇ બસીયા તથા પ્રતાપભાઇ રામભાઇ બસીયા કાઠી દરબારના કબજામાં રહેલ વંડાના ફળીયામાં બનાવેલ અન્ડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશીદારૂ મળી આવ્યો હતો.
આથી પોલીસ ટીમે 250 વિદેશીદારૂની પેટી, છુટક બોટલનંગ-4 મળી કુલ બોટલ નંગ-3004 સહિત રૂ.11,26,500નો વિદેશીદારૂ અને એક બોલેરો પીકઅપ અને અલ્ટોકાર, એકબુલેટ, એકએક્ટીવા સહિત કુલ રૂ.15,96,500નો મુદ્દામાલ ઝબ્બે કર્યો હતો. જ્યારે દરોડા દરમિયાન આરોપી મળી ન આવતા દારૂ અંગે ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા હતા.
આ કાર્યવાહીમાં ઇન્ચાર્જ પી.આઇ એસ.એસ.વરૂ, કેતનભાઇ ચાવડા, નરેશભાઇ મકવાણા, સરદારસિંહ બારડ સહિત પોલીસ સ્ટાફ જોડાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી સમયે ચોટીલાના ગ્રામ્ય વિસ્તારમાં મોટો વિદેશીદારૂનો જથ્થો પકડાતા લાલપાણીની મિજબાની ચૂંટણી દરમિયાન ન યોજાય અને બટાય તેના માટે વોચ ગોઠવવી છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.