તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયકલ યાત્રા:3 કાળા કૃષિ કાયદા રદ કરવા ચોટીલાથી દિલ્હી 1350 કિમીની સાઈકલ યાત્રા

ચોટીલા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકિય અને ખેડૂત અગ્રણીઓએ યાત્રીને સન્માનિત કરી પ્રસ્થાન કરાવ્યું

દિલ્હી મુકામે 8 મહિનાથી ચાલતા વિરોધ વચ્ચે કેન્દ્રનાં ત્રણ કાળા કૃષિ કાયદા રદ કરવા માટે સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન સાયકલ યાત્રાનું આયોજન કર્યુ છે.આથી ચોટીલા ખાતે માં ચામુંડા માતાજી દર્શન કરી સાયકલ દ્વારા દિલ્હી રાષ્ટ્રપતિ ભવન પહોંચવા ગુરૂવારના રવાના થયા છે. તેઓ રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી આ કૃષિ કાયદા રદ કરવા બાબત રજુઆત કરશે અને ગુજરાતનાં ખેડૂતો વતી આ લડતને સમર્થન આપશે. કેન્દ્ર સરકાર દ્વારા અમલી ત્રણ કૃષી કાયદાનો છેલ્લા નવ મહિનાથી દેશભરમાંથી આવેલા ખેડૂતો દિલ્હી બોર્ડર ઉપર એકત્ર થઇ આંદોલન ચલાવી રહ્યા છે.

ત્યારે આ કૃષી કાયદાની સામેની લડત લડી રહેલા ખેડૂતોને સમર્થન આપવા અને ખેડૂતોના હિતમાં કૃષી કાયદા પાછા ખેંચવા માટે રાષ્ટ્રીય કીસાન સંગઠન ગુજરાતનાં અને સાંતલપુર તાલુકાના પ્રમુખ એવાં હરેશભાઈ પુજારાએ સાયકલ યાત્રાનું આયોજન કર્યુ છે. આથી ચોટીલાથી દિલ્હી મુકામે જવા માટે સાયકલ યાત્રા ગુરૂવારે ચામુંડા માતાજીના ડુંગર ચડી દર્શન કરી આરંભવામાં આવી હતી.

તેઓને ચોટીલાથી ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણા, આપ દેવકરણ જોગરાણા, અખંડભારત રાષ્ટ્રીય સંઘના ધર્મેન્દ્રભાઇ પટેલ, ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ભરતભાઇ કમેઝળીયા, સહિતના ખેડૂત આગેવાનોએ ઉપસ્થિત રહી યાત્રીને સન્માનિત કરી પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ યાત્રા મૂળી, સુરેન્દ્રનગર, વિરમગામ, બહુચરાજી, મહેસાણા, પાલનપુર આબુ રોડ થઈને 27 દિવસે તા. 29 ના દિલ્હી પહોચશે.

અન્ય સમાચારો પણ છે...