તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ચોટીલા હાઇવે પરથી13 પશુ ભરેલી ટ્રક સાથે 2 ઝડપાયા

ચોટીલા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા હાઇવે પરથી પશુ ભરેલી ટ્રક સાથે 2 ઝડપાયા. - Divya Bhaskar
ચોટીલા હાઇવે પરથી પશુ ભરેલી ટ્રક સાથે 2 ઝડપાયા.

ચોટીલા હાઇવે ઉપરથી પોલીસે બાતમીના આધારે 9 ગાય, 4 વાછડા ભરેલ ટ્રક ઝડપી ચાર લોકો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ બનાવમાં બે શખસને ઝડપી પાડવામાં આવ્યા હતા. ચોટીલા પીઆઇને હકિકત મળતા એએસઆઇ કેતનભાઇ ચાવડા તથા સ્ટાફના માણસોએ બાતમી વાળી ટ્રક અટકાવી તપાસ કરી હતી. જેમાં ઘાસચારાની સુવિધા વગર ક્રુરતાપૂર્વક દોરડા વડે બાંધેલા પશુઓ પાસ પરમીટ વગર પરિવહન કરતા મળી આવતા માણાવદરના રહેવાસી ટ્રક ચાલક અને ક્લીનર શૈલેષ અરજણભાઇ વાઘેલા અને કેશુભાઈ કાળાભાઇ વાઘેલાને પકડી પાડયા હતા.

પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઇ રોજાસરાએ પકડાયેલ બંન્ને શખ્સોની પુછપરછ કરતા આ પશુઓ અંગે કોઇ આધાર કાગળ નહી હોવાનું તેમજ પશુઓ ધોરાજી તાલુકાના ભાળા ગામેથી ભરેલા અને સોનગઢ વ્યારા પંથકમાં લઇ જતા હોવાનું જણાવતા ટ્રક માલિક સંદિપ ચાવડા અને કાનાભાઇ કોડીયાતર વિરૂદ્ધ પશુ સંરક્ષણ ધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે. પીઆઇ એન.એસ.ચૌહાણે જણાવ્યું કે કોઇ પ્રકારના પશુ હેરફેર માટેના કગળો સાથે નથી તેમજ જે રીતે ટ્રકમાં લઇ જવાતા તે જોતા હાલ કતલખાને જતા હોવાની આશંકા સાથે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...