ધરપકડ:ચોટીલા-રાજકોટ હાઇવે પર ટેમ્પોમાં દારૂની 24 બોટલ લઇ જતાં 2 ઝડપાયા

ચોટીલા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

નેશનલ હાઈવે પર નાના વાહનોમાં શખસો વિદેશી દારૂની બોટલોની હેરફેર કરતા હોય છે. આ દરમિયાન નાની મોલડી પોલીસે બોરિયાનેસ પાસેથી 24 બોટલ સાથે 2 શખસને વાહન સાથે પકડી પાડ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરો સક્રિય બન્યા છે. ત્યારે આવા તત્વો નાના-મોટા વાહનોમાં દારૂનો જથ્થો ભરીને હાઇવે સહિતના માર્ગોનો ઉપયોગ કરી રહ્યા છે. ચોટીલા રાજકોટ હાઇવે પર રાજકોટ જિલ્લાના વાવડી ગામના બહાદુરભાઇ દેશુરભાઇ ચાવડા, કોઠારિયાના સુરેશભાઇ વાલજીભાઈ બાવળિયા મહિન્દ્રા જીતો ટેમ્પો લઇને પસાર થતા અટકાવી તલાશી લેવાઈ હતી.

જેમાં રૂ. 9000ની કિંમતની વિદેશી દારૂની 24 નંગ બોટલ મળી હતી. પોલીસે વિદેશી દારૂ, ટેમ્પો સહિત કુલ રૂ. 3,11,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વાવડી ગામના બહાદુરભાઇ દેશુરભાઇ ચાવડા, કોઠારિયાના સુરેશભાઇ વાલજીભાઈ બાવળીયા સામે ભાવેશભાઇ સાસિયાએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...