કાર્યવાહી:સુખસરના સીમમાંથી 2 દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

ચોટીલા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જીલ્લા એલસીબી તથા ચોટીલા પોલીસે ચોટીલાના સુખસર વિસ્તારમાં દેશી દારૂ અંગે દરોડા કર્યા હતા.જ્યાંથી બે દેશી દારૂ ની ભઠ્ઠી સાધનો, 2200 લીટર આથો તથા 50 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પરંતું આરોપી હાજર મળી ન આવતા ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

ચોટીલા તાલુકાના અનેક ગામોમાં દેશી દારૂ ગાળવાની અને વેચવાની પ્રવૃત્તિ ચાલતી હોવાની બૂમરાડો ઉઠી હતી.આથી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના અમરકુમાર ગઢવી, અનિરૂધ્ધસિંહ, ઋતુરાજસિંહ સહિતના એ બાતમીના આધારે સુખસર ગામની ઉગમણી સીમમાં રવુભાઇ દડુભાઇ ખાચરના કબ્જા ભોગવટાની વાડીના શેઢે દરોડો કર્યો હતો. જ્યાં તપાસ કરતા દેશી દારૂ ગાળવાની ભઠી ડબલ બેરલનુ પતરાનુ બાફણીયુ, પ્લાસ્ટિક બેરલ નંગ 7, 1800 લીટર દારૂ બનાવવાનો આથો તેમજ 50 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.

આથી રૂ. 4700 નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.જ્યારે અન્યએક દરોડામાં આજ વિસ્તારમાં ચોટીલા પોલીસના એએસઆઇ એમ.એસ.રાજપરા, વલ્લભભાઇ ખટાણા એ અશોકભાઇ ભરતભાઇ ધાધલ ના કબ્જા ભોગવટા વાળી વાડીના શેઢે દરોડો કર્યો હતો.જ્યાં દેશી દારૂ બનાવવાનો આથો લીટર-400 પતરાનું બાફણીયુ તથા પ્લાસ્ટીક બેરલ રૂ.800નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો.આ બંન્ને દરોડા દરમ્યાન આરોપી હાજર નહી મળી આવતા તેઓની વિરૂદ્ધ ગુનો દાખલ કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...