જુગારધામમાં દરોડા:1.53 લાખ રોકડા સહિત 10 જુગારી 2.53 લાખની મતા સાથે ઝડપાયા

ચોટીલા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા મોલડી પોલીસે જુગારીઓને રોકડા સહિત મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. \ - Divya Bhaskar
ચોટીલા મોલડી પોલીસે જુગારીઓને રોકડા સહિત મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. \
  • ચોટીલાના ધારૈઇની સીમમાં જુગારના દરોડા

ચોટીલાનાં છેવાડાના જસદણ બોર્ડર ઉપરનાં ધારૈઇ ગામની સીમમાં ચાલતા જુગારધામ ઉપર નાની મોલડી પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં 1.53 લાખ રોકડ સહિત રૂ.2.53 લાખથી વધુના મુદામાલ સાથે 10 શખસને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડાની જુગાર દારૂનાં ગુના અટકાવવા આપેલ સૂચના મુજબ પીએસઆઇ વાય.એસ. યુડાસમા તથા સ્ટાફનાં જે.બી.વાળા, રાજેશભાઇ મેર સુરેશભાઇ, હીતેષભાઇ સહિતનાં આણંદપુર પંથકમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળેલ કે ધારૈઇ ગામે સુરેશભાઇ વાધાભાઇ બાવળીયા તેની વાડીનાં રૂમમાં બહારથી માણસો બોલાવી નાળ ઉઘરાવી જુગારધામ ચલાવે છે.

આથી દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી હતી. જ્યારે તૈયારી સાથે આવેલી પોલીસ ટીમે ધારૈઇનાં સુરેશભાઇ વાધાભાઇ બાવળીયા, વીરમભાઇ પુંજાભાઇ જાડા, રવજીભાઇ વિઠલભાઇ ધરજીયા, ભલાભાઇ કાનાભાઇ નાંગાણી જસદણ તાલુકાના કડુકાના જાદવભાઇ મેઘાભાઇ માંડાણી, પારેવાળાનાં પ્રવિણભાઇ હરજીભાઇ મેવાસીયા, બરવાળાનાં અશોકભાઇ રાઘુભાઇ સાકરીયા, વિછીંયાના ધીરૂભાઇ બચુભાઇ કાલીયા, હડમતિયાના જેઠાભાઇ રામશીભાઇ સાંબડ અને રઘુભાઇ શામળાભાઇ ખાંભલાને રૂ 1,55,670 રોકડા, મોબાઇલ નંગ 9 અને 4 બાઇક સાથે કુલ રૂ.2,53,670 ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...