ચોટીલાના જીવદયા પ્રેમીઓએ ગ્રામ્ય પંથકમાંથી વડોદરા તરફ કતલખાને લઇ જતા 3 અબોલ પશુ સાથે 1 શખસને વાહન સાથે પકડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી છે.કાબરણ તરફથી છોટા હાથી જેવા વાહનમાં બુધવારના પશુઓ કતલખાને જતા હોવાની બાતમી મળતા રેશમિયા ગામના સ્થાનિક અગ્રણી શીવરાજભાઇ જેબલીયા, હિરાભાઇ રબારી સહિતના સ્થાનિકોએ ચોટીલાના જીવદયા પ્રેમીને સાથે રાખી વોચ ગોઠવતા 3 ગૌ માતાને કોઇ જાતની પાસ પરમીટ કે ઘાસચારા વગર ક્રૂરતાપૂર્વક બાંધીને વડોદરા પાદર તરફ કતલખાને લઇ જતા સદામ નામનો શખસ ઝડપાઇ ગયો હતો.
જીવદયા કાર્ય કર હરેશભાઇ ચૌહાણ, દલસુખભાઇ અજાડીયાએ જિલ્લા કન્ટ્રોલને જાણ કરતા ચોટીલા પોલીસ દોડી ગઇ હતી. અને પ્રથમ પશુઓને પાંજપોળને સોપી 6 કલાકની જહેમત બાદ અબોલ જીવોને જીવંતદાન અપાવ્યુ હતું. પકડાયેલા આરોપી વિરૂદ્ધ ગૌ રક્ષક સહદેવભાઇ ખાચરની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.