તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત:વ્યારામાં જર્જરિત ગટર લાઇનનો સ્લેબ તૂટી પડ્યો

વ્યારા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષો જૂની લાઇનની મરામત માટે વારંવાર રજુઆત બાદ પણ પરિણામ શૂન્ય

વ્યારા નગર પાલિકા ના વોર્ડ ના 5 માં આવેલ દાદરી ફળિયા માં દૂષિત પાણી ના નિકાલ કરતી ગટર ની ઉપર નો સ્લેબ ગત રોજ એકાએક તૂટી પડ્યો હતો. જોકે સદનસીબે કોઈ જાન હાનિ થઇ ન હતી.બીજી તરફ સ્થાનિક નગર સેવક દ્વારા જર્જરિત સ્લેબ બાબતે પાલિકા માં વારંવાર રજુઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાયા હતા.

અચાનક ગટરનો સ્લેબ એકાએક કેટલોક ભાગ ધડાકા ભેર તૂટી પડ્યો
વ્યારા નગરના વોર્ડ નં. 5 સાથે પાલિકા દ્વારા સમયસર કામ ન કરતી હોવાનું આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. સ્લમ વિસ્તાર ગણાતા દાદરી ફળિયામાં રહેણાંક વિસ્તાર નજીક દુષિત પાણીની ગટર લાઇન પસાર થઇ રહી હતી. જે 17 વર્ષ જૂની હોય અને અત્યંત જર્જરિત બની રહેતા સ્થાનિકો માટે જોખમી બની ગયું હતું. જેના પગલે સ્થાનિક નગર સેવક દિલીપભાઈ જાદવ એ વ્યારા પાલિકામાં રજુઆત કરી હતી.તેમ છતાં કોઈ પગલાં લેવાયા ન હતા અને ગત રોજ અચાનક ગટરનો સ્લેબ એકાએક કેટલોક ભાગ ધડાકા ભેર તૂટી પડ્યો હતો.જેને લઈ લોકોમાં ભાગદોડ મચી હતી જ સ્થાનીકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. જે અંગે જાણ કરતા વ્યારા પાલિકા વિરોધ પક્ષના નગર સેવક નીરવભાઈ અધ્વર્યુ, રાજુભાઈ પંચાલ, દિલિપભાઈ જાદવ, રાજુભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગયા હતા અને આ બાબતે વ્યારા પાલિકાના સત્તાધીશોને જાણ કરી તાકીદે યોગ્ય પગલાં ભરવા માંગ કરી હતી.

ડ્રેનેજના નવા કામ માટે આયોજન કરાયું છે 
વ્યારાના દાદરી ફળિયા ખાતે વર્ષો જૂનો ગટરનો સ્લેબ એક સાઈડે તૂટી પડ્યો છે. પાલિકા દ્વારા 6 માસ અગાવ જર્જરિત સ્લેબના નવા કામ માટે આયોજન કર્યું છે. - રાકેશ કાચવાલા, કારોબારી ચેરમેન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો