તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વૈશ્વિક મહામારી:કોરોનાની કામગીરીમાં જોતરાયેલા વોર્ડ બોય અને આયાનું દિવાળી બોનસ હજી નથી મળ્યું

વ્યારા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તાપી જિલ્લામાં અધિકારીઓની બેદરકારીનો ભોગ નાના કર્મચારી બન્યા

તાપી જિલ્લા ના વિવિધ તાલુકા માં આવેલ 38 આરોગ્ય કેન્દ્ર પર ફરજ બજવતા આરોગ્ય શાખા ના વર્ગ 4ના 25 જેટલા વોર્ડ બોય અને આયાને ગત વર્ષનું દિવાળી બોનસ ન ચૂકવાતા કર્મચારીઓ ભારે નારાજગી જોવા મળી રહી છે. તાકીદે દિવાળી ના સમયે મળનારા બોનસ જલ્દીથી મળે એવી માંગ ઉઠી હતી.

બોનસ જતુ થાય તેવી પરિસ્થિતિ જીલ્લા વહીવટી તંત્રએ કરતા મુશ્કેલી વધી
તાપી જિલ્લાના આરોગ્ય વિભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ફરજ બજાવતા વોર્ડ- બોય અને વોર્ડ  આયાનું દિવાળી બોનસ 27 ઓક્ટોબર 2019ની દિવાળી પહેલા ચુકવવા ગુજરાત સરકારનો ઠરાવ હોવા છતાં તાપી જીલ્લા આરોગ્ય વિભાગની નિષ્કાળજીને કારણે અતિ નાના અને વર્ગ 4ના વોર્ડ બોય- આયાના દિવાળી બોનસ ન ચુકવાતા કોરોના વાઇરસ રોગચાળાની ઈન ડાયરેક્ટ કામગીરીમા જોતરાયેલા ઉપરોક્ત કર્મચારીઓનું કોઈ સાંભળતું ન હોય બોનસ જતુ થાય તેવી પરિસ્થિતિ જીલ્લા વહીવટી તંત્રએ કરતા મુશ્કેલી વધી છે. 

કર્મચારીઓનું હક્કનું બોનસ માટે કોઈ રજુઆત લેવા કે સાંભળવા તૈયાર નથી
તાપી જીલ્લા કક્ષાએ પણ કોઈ ફરિયાદ સાંભળતા ન હોય નાના કર્મચારીઓનું દિવાળી બોનસ જતુ થાય તો નવાઈ નહીં. તાપી જિલ્લાના 38 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 25 કરતાં વધારે ફરજ બજાવતા આવા કર્મચારીઓનું હક્કનું બોનસ માટે કોઈ રજુઆત લેવા કે સાંભળવા તૈયાર ન હોય મોંઘવારીમાં દિવાળી બોનસ દિવાળી પહેલા ચુકવવાને બદલે હોળી વીતી ગઈ છતાં દીવાળી બોનસના કોઈ ઠેકાણા મળ્યા ન હતા. બીજી દિવાળીએ બે બોનસ ચુકવાશે તેવી વોર્ડ બોય- વોર્ડ આયા કર્મચારીઓમાં ચર્ચા ઉઠી છે. આવી ગંભીર બેદરકારી રાખનાર જવાબદાર કર્મચારીઓ કે અધિકારીઓને કોઈ પુછનાર ના હોય ગરીબ અને નાના કર્મચારીઓનું શોષણ અંગે શિક્ષાત્મક કાર્યવાહીની માગણી થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો