તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોકડાઉનના કપરા કાળમાં ચારે કોર ધંધા રોજગાર ઉપર વિપરીત અસરો વર્તાઇ રહી છે ત્યારે તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નોંધાયેલા ખેડૂતો માટે ઓર્ગેનિક શાકભાજી માટે વ્યારામાં વેચાણ કેન્દ્ર ચાલુ રાખી ખેડૂતો અને પ્રજાજનોની સુવિધા વધારી હતી.
જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા, બાગાયત શાખા અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે ગત 26મી જાન્યુઆરી 2020થી પાનવાડી સ્થિત જિલ્લા સેવા સદન ખાતે ઓર્ગેનિક કૃષિ પેદાશો જેવી કે એપલ બોર, ફ્લાવર, સરગવાની સીંગ, બ્રોકલી, ભીંડા, લીલા ચોળા, લીલી ચોળી, ટીંડોળા, મશરૂમ, કારેલા, ગલકા, કાળા ચોખા (બ્લેક રાઇસ), લાલ ચોખા, આયુર્વેદીક કેશ તેલ, તોતાપુરી કેરી, લીલી ભાજી, સફેદ કાંદા, લાલ કાંદા જેવી કૃષિ પેદાશોના વેચાણ માટેના બજારની શરૂઆત કરવામાં આવી હતી.
આ બજારમાં વિવિધ કૃષિ પેદાશોના વેચાણ માટે જિલ્લાના પસંદગીના 21 જેટલા ખેડુતો, સીધા પોતાના ખેતરેથી ગ્રાહકો સુધી તેમનું ખેત ઉત્પાદન પહોંચાડી શકે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. જિલ્લા સેવા સદન, વ્યારાના ગેટ પાસે દર સોમવાર, ગુરૂવાર અને શનિવાર એમ અઠવાડીયામાં ત્રણ દિવસ સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી અહી વેચાણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે
વ્યારાના પાનવડીમાં શાકભાજીના વેચાણ કરતા આ ખેડૂતો પરંપરાગત કૃષી વિકાસ યોજના અંતર્ગત C1 સર્ટીફીકેટ, GOPCA સર્ટીફિકેટ તથા ROKA સર્ટીફીકેટ ધરાવે છે. જેઓનુ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.