તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વ્યારા નગર નજીક પસાર થતા હાઇવે પર ગત રોજ પુરપાટ ઝડપે જતી એક ટાટા સુમો ના ચાલકે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવી દેતા અકસ્માત સુમો ગાડી માર્ગ નજીક ઝાડ સાથે અને વીજ પોલ સાથે અથડાઈ હતી, જે અકસ્માત ગાડી ચાલકને ગંભીર ઇજા પહોંચતા મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર લોકડાઉનમાં વ્યારાના વીરપુર ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગ નંબર 53 પર ગત રોજ સાંજના સુમારે પુરપાટ ઝડપે દોડતી એક ટાટા સુમો નંબર GJ-06-AX-8013 ના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટાટા સુમો ઉછળી માર્ગ નજીકના એક ઝાડ સાથે અથડાયા બાદ ચાલુ વીજલાઈનના થાંભલા સાથે અથડાઈને પલટી થઈ હતી. જેના કારણે વીજપુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. ગાડીમાં તપાસ કરતા ટાટા સુમો ચાલક ઘનશ્યામભાઈ પ્રદીપભાઈ સાવળે (ઉ.વ.35) રહે,વીઆઈપી રોડ,વડોદરાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચવાના કારણે ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે કિરણભાઈ પ્રદીપભાઈ સાવળે રહે,વડોદરાની ફરિયાદને આધારે વ્યારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.