તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીની સમસ્યા:વ્યારાના વોર્ડ નંબર ત્રણના સ્ટેશન રોડ અને દરગાહ વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ

વ્યારા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
વ્યારા વોર્ડ ન3 માં પીવાના પાણી માટે લાઇન લાગી રહી છે - Divya Bhaskar
વ્યારા વોર્ડ ન3 માં પીવાના પાણી માટે લાઇન લાગી રહી છે
 • પાણી માત્ર અડધો કલાક માટે જ અને તે પણ ઓછા પ્રેસરથી આવતું હોવાની સ્થાનિકોની રાવ

વ્યારા નગર ખાતે વોર્ડ નં 3  માં સ્ટેશન રોડ અને  દર્ગા વિસ્તર માં છેલ્લા કેટલાક દિવસો થી પીવાના પાણી નો કકળાટ ઉભો થતા આ વિસ્તાર ની મહિલા પીવાના પાણી માટે ત્રાહિમામ પુકારી ઉઠી છે. આ વિસ્તારમાં વ્યારા નગર પાલિકા દ્વારા પીવાં નું પાણી માત્ર  અધો કલાક અને તે પણ ઓછા પ્રેશરે આપતા હાલાકી પડી રહી છે.નગર પાલિકા દ્વારા માંડ  એક ટેન્કર પાણી મોકલવે છે. જે પાણી આવતા ની ગણતરી ની મિનિટો માં પૂરું થઇ જય છે.પાલિકા તાકીદે આ વિસ્તારમાં યોગ્ય પાણીનો જથ્થો  આપી મુશ્કેલી દૂર કરાવે આવી માંગ ઉઠી છે.

પાલિકા દ્વારા આ વિસ્તાર માં સવારે એક ટેન્કર પાણી મોકલાતા તંગી યથાવત
વ્યારા નગરના વોર્ડ નં.3માં સ્ટેશન રોડ પર દર્ગા વિસ્તાર આવેલો છે જ્યાં 15 જેટલા પરિવારો વસવાટ કરે છે. આ વિસ્તાર માં છેલ્લા કેટલાય દિવસથી નગર પાલિકા દ્વારા અપૂરતું અને ઓછા દબાણથી પાણી પૂરું પાડતા પીવાના પાણીની આ વિસ્તાર માં તંગી થઇ ગઈ છે. ઓછા દબાણથી અને અનિયમિત આવતા પાણીના કારણે આ વિસ્તર વહેલી સવારથી પાણી માટે જંગ ખેલાય જાય છે. કેટલાક વિસ્તરોમાં નળો માં બિલકુલ પાણી ન આવતા ઘરો માં એક પણ ટીપું પાણી ન આવતા હાલત કફોડી બની જય છે. બીજી તરફ પાલિકા દ્વારા આ વિસ્તાર માં સવારે એક ટેન્કર પાણી મોકલાતા તંગી યથાવત છે.

પાણી વગર હાલત કફોડી
 ઓછા દબાણથી અને અનિયમિત આવતા પીવાના પાણીના કારણે હાલત કફોડી બની છે. સવારથી પાણી માટે દોડધામ કરવી પડે છે. આ વિસ્તારમાં પૂરતું પાણી મળે એવું આયોજન કરો. > મુનિરા સયેદ, સ્થાનિક રહીશ

ટેકરો હોવાથી પાણી પહોંચતું નથી
 વ્યારા નગર પાલિકા દ્વારા પૂરતું પાણી અપાઈ રહ્યું છે. પરંતુ સ્ટેશન રોડ દરગાહ વિસ્તાર  પાસે ટેકરો હોવાથી હાલ પૂરતા પ્રેસર થી પાણી જતું નથી. જે માટે પાલિકા દ્વારા હાલ એક ટેન્કર  મૂકી દેવાયું છે. જેથી પાણીની મુશ્કેલી ઓછી થાય. - સંજય પંચાલ, વૉટર વર્કસ અધિકારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો