તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘર વાપસી:ફિલિપીન્સથી આવેલા મહારાષ્ટ્રના 21 વિદ્યાર્થીને તાપી જિલ્લામાં રખાયા

વ્યારા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહારાષ્ટ્ર સરકારની પરમિશન ન હોવાથી અટકાવ્યા

કોરોનાને કારણે વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની કામગીરી હાથ ધરી દેવાઇ છે, જેમાં ફિલિપિન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભારત લવાયા હતા, જેમાં 21  મહારાષ્ટ્રના વિદ્યાર્થી અમદાવાદથી મહારાષ્ટ્ર જઈ રહ્યા હતા જોકે મહારાષ્ટ્ર સરકાર તરફથી પરમીશન ન મળતા 21 વિદ્યાર્થીને વ્યારા ખાતે હોસ્ટેલમાં રાખવામાં આવ્યા હતા.  
તાપી તંત્ર દ્વારા મહારાષ્ટ્ર ખાતે જરૂરી  પરમિશન માટેની કામગીરી ચાલુ કરી દેવાઈ હતી.
ગત રોજ ફિલિપીન્સના મનિલાથી 21 વિદ્યાર્થીને વ્યારાના ટીચકપુરામાં એક હોસ્ટેલમાં રાખવામાં આવ્યા છે. 21 વિદ્યાર્થીને મહારાષ્ટ્ર લઈ જવાની કામગીરી હાથ ધરાઇ હતી. પરંતુ મહારાષ્ટ્રથી પરમિશન ન મળતા તાપી તંત્ર મુશ્કેલીમાં મુકાયું હતું. હોસ્ટેલમાં તાપી કલેકટર આર.જે.હાલાણી અને મદદનીશ કમિશનર હસમુખભાઈ ગામીત અને નોડલ ઓફિસર ડો. રાજેશ ભાઈ રંગવાલાએ મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી  જલ્દી પરમિશન મળે એવી રજૂઆત  કરી હતી . તાપી તંત્ર દ્વારા મહારાષ્ટ્ર ખાતે જરૂરી  પરમિશન માટેની કામગીરી ચાલુ કરી દેવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો