તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગ:વાંસદામાં આયુષ કોલેજ અને સંલગ્ન હોસ્પિટલ શરૂ કરવા ધારાસભ્યનો પત્ર

વાંસદા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

વાંસદામાં આયુષ કોલેજ તથા સંલગ્ન હોસ્પિટલ શરૂ કરવા માટે ધારાસભ્ય અનંત પટેલે ગુજરાત સરકારના વિવિધ આરોગ્ય વિભાગના અગ્રણીઓઓને પત્ર લખી રજૂઆત કરી છે. નવસારી જિલ્લાનો વાંસદા તાલુકો આદિવાસી વસતિ ધરાવતો તાલુકો છે તેમજ કુદરતી જંગલોથી આચ્છાદિત સ્થળ છે. અહીંની પ્રજા વર્ષોથી કુદરતી ઔષધિઓ દ્વારા ચિકિત્સા કરી રહ્યા છે. જેમાં કુદરતી વનસ્પતિ અને કંદમૂળમાંથી ભગતો દ્વારા તૈયાર કરવામાં આવતી દવા મહદઅંશે આયુર્વેદની દેણ છે.

વાંસદા વિસ્તારમાં હાલ સરકારી આયુર્વેદ દવાખાના છે જેનો લાભ અહીંની જનતા લઈ રહી છે તેમજ સરકાર તરફથી આ વિસ્તાર માટે આયુર્વેદ હોસ્પિટલ અને કોલેજ શરૂ કરવા લોકમાંગ ઉભી થઇ છે. સન 2010-11મા સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, આદિજાતિ વિકાસ વન વિભાગ, સોસાયટી ફોર પ્રમોશન ઓફ આયુર્વેદ કોનશીયેશનેશ બાયફ અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ/હોમિયોપેથી કેમ્પ પણ કરવામાં આવ્યા હતા, જેમાં અંતરિયાળ ગામથી લઈને આજુબાજુના શહેરી વિસ્તારના હજારો લોકોએ લાભ લીધો હતો ત્યારબાદ સરકારી આયુર્વેદ હોસ્પિટલની માગણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો