તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાંસદા સંચાલિત કાયદા મિત્ર ગૃપ દ્વારા લોકડાઉનમા કાયદાના નિષ્ણાતો દ્વારા કાયદાની સાચી સમજ આપવાનુ ફેસબુક લાઈવ અભિયાન શરૂ કર્યું છે. વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરાના મહામારી સંદર્ભમાં લોકડાઉન અમલમાં છે ત્યારે ઘરબેઠા પણ લોકોપયોગી કાર્ય કરવાની ખેવના રાખતા વ્યક્તિ વિશેષો અને બુદ્ધિજીવીઓ સતત કાર્યરત અને ચિંતનશીલ રહેતા હોય છે.
આવી જ વિશિષ્ટ ખેવના રાખીને વાંસદા કાયદા મિત્ર સંચાલિત ગ્રુપના વડા પવનભાઈ શાહ અને તેમના સાથી કાયદા નિષ્ણાતો દ્વારા નવતર અભિગમ અપનાવીને કાયદાની સાચી સમજ આપી જાગૃતિ લાવવા ઓનલાઈન માર્ગદર્શન આપવા માટે પ્રેરણાત્મક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ‘ઘરે રહો સુરક્ષિત રહો’ એવા સૂત્ર અને સુચનનું પાલન કરતા કરતા ઘરબેઠાં પણ વિવિધતા સાથે લોકોપયોગી કાર્યો કરી શકાય છે. લોકડાઉનના સમયગાળામાં નવતર આયોજન થકી અવનવી પ્રવૃત્તિના માધ્યમથી હકારાત્મક દૃષ્ટિકોણ ઉજાગર થઇ રહ્યો છે.
લોકડાઉનમાં ઘરબેઠા કાયદાની પ્રાથમિક સમજ સાદી અને સરળ ભાષામા ફેસબુક લાઈવ દ્વારા ગુજરાતના જુદા-જુદા શહેરોના કાયદાના નિષ્ણાત જાણકાર દ્વારા દરરોજ સાંજે 5 વાગ્યે આપવામાં આવી રહી છે. ગત 29મી માર્ચથી કાયદા મિત્ર ગૃપ નેજા હેઠળ જુદા-જુદા વિષયો અને મુદ્દા પર ફેસબુક લાઈવના માધ્યમથી ચર્ચા દ્વારા અજ્ઞાનતા દૂર કરવાનું ઉમદા અને અનોખુ કાર્ય કરવામાં આવ્યું છે.કાયદા ક્ષેત્રમાં સૌ પ્રથમવાર જ પ્રાયોગિક ધોરણે સોશિયલ મીડિયા દ્વારા બહોળા પ્રમાણમાં લોકો સાચી સમજ વિનામૂલ્યે મેળવી શકે તે માટે કાયદા નિષ્ણાતો દ્વારા નવતર પ્રયાસ કરાયો છે. પ્રથમ તબક્કામાં 1 હજારથી વધુ લોકો દરરોજ સાંજે 5 વાગ્યે જુદા જુદા વિષયો સંદર્ભે કાયદાના નિષ્ણાંત વ્યક્તિઓનું ફેસબુક લાઈવ જોઈ કાયદાની અગત્યની જોગવાઈ અને સમજ પ્રાપ્ત કરી રહ્યા છે. લોકડાઉનમાં પણ લોકોપયોગી કાર્ય કરવાના અભિગમને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.