તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર તંદ્રામા:કણધામાં 30 પરિવાર માત્ર એક કૂવાના ડહોળા પાણી પર નિર્ભર, ડુંગરાળ વિસ્તારમાં વિકટ સમસ્યા

વાંસદા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વાંસદા તાલુકાના બોર્ડર વિલેજના ગામો અતિ ડુંગરાળ વિસ્તારમાં હોવાથી પાણીની વિકટ સમસ્યા

વાંસદા તાલુકાના કણધા ગામે આવેલ મુલગામ અને જામનીમાલ ફળિયામાં રહેતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. આ વિસ્તારમાં જૂજડેમ આવેલો છે અને પાણીથી ભરેલો છે છતાં કણધા ગામના લોકો પાણી  માટે વલખા મારી રહ્યા છે.

કણધા ગામના મુલગામ અને જામનીમાલ ફળિયામાં ડુંગરાળ વિસ્તારમાં રહેતા લોકો વર્ષોથી પીવાના પાણી માટે હાલાકી ભોગવી રહ્યા છે . જેમાં મુલગામ ફળિયામાં અંદાજિત 30 ઘરોમાં અંદાજિત 200થી વધુ લોકો રહે છે. કણધા ગામ જૂજ ડેમથી અંદાજિત 15 કિલોમીટર દૂર આવેલો છે. સરકાર આ ગામના ફળિયાના લોકો માટે વ્યવસ્થા કરતી નથી, જેને લઈ આ વિસ્તારની મહિલાઓ હોળી પર્વ નજીક આવતા આ વિસ્તારમાં પાણીનો કકળાટ શરૂ થઈ જાય છે. આ ફળિયામાં બોર કરેલો છે પરંતુ ઉનાળો આવતા પાણીનું સ્તર નીચે જતા પાણી આવતું બંધ થઈ જાય છે. આ વિસ્તારના લોકો દૂર-દૂરથી પાણી લાવવા મજબૂર બન્યા છે. ફળિયાથી થોડેક દૂર એક જીવનધારા યોજના હેઠળ વર્ષો પહેલા કૂવો બનાવેલો છે, તેમાં પણ ઉનાળો જતા પાણી ઘટી જાય અને જે વહેલા કુવા ઉપર પહોંચી જાય તે દોરડી બાંધી કૂવામાંથી ઉલેચીને પાણી કાઢવા માડે અને તે પણ ડહોળુ પાણી ફરી કૂવામાં પાણી ભરાય ત્યાં સુધી રાહ જોવી પડે છે.

આ વિસ્તારમાં સરકાર વર્ષોથી લાખોનો ખર્ચ કરી બોર કરવામાં આવે છે પરંતુ ડુંગરાળ વિસ્તાર હોવાથી 400 ફૂટ નીચેથી પણ પાણી મળતું નથી. સરકાર આ વિસ્તારમાં નક્કર કામગીરી કરી લોકોને પીવાના પાણીની પડતી હાલાકી દૂર કરે એવી માંગ ઉઠી છે.
વર્ષોથી હોળી પછી પાણીની તકલીફ, નિરાકરણ જરૂરી
વાંસદા તાલુકાના કણધા ગામે વર્ષોથી હોળી પછી પાણીની તકલીફ પડે છે. સરકાર અમારા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી નિરાકરણ લાવે એ જરૂરી છે. > ગુલાબીબેન મહેશભાઈ બહેતર, મુલગામ ફળિયા, કણધા
સરકારી બોરમાં માત્ર 10 મિનિટ પાણી આવતા કૂવા ઉલેચવા પડે છે
કણધા ગામના મુલગામ ફળિયામાં નીચેની સાઇડ ઉપર આવેલા જુના કૂવામાંથી સવારે વહેલા પહોંચી પાણી કાઢવું પડે છે નહીં તો ત્યાં પણ પાણી પૂરું થઈ જાય છે. સરકારી બોરમાંથી તો માત્ર 10 મિનિટમાં જ પાણી બંધ થઈ જાય છે. > ઇતિબેન દેવજભાઈ પસારીયા, મુલગામ ફળિયા, કણધા
500 ફૂટે પણ પાણી નીકળતું નથી
ઉનાળાની શરૂઆતથી જ કણધા ગામમાં પાણીની પોકાર શરૂ થઇ જાય છે. વર્ષોથી આ બાબતે રજૂઆત કરવામાં આવી રહી છે. છતાં બહેરા કાને કોઇ સાંભળનાર નથી. ખાસ કરીને અમારા કણધા મુલગામ ફળિયામાં વર્ષોથી ડુંગરાળ વિસ્તાર હોવાથી પીવાના પાણી માટે હાલાકી ભોગવી પડે છે. સરકાર તરફથી જ્યાં પાણી નીકળે ત્યાં જ બોર કરી પાણીની સુવિધા પૂરી પાડવી જોઈએ. આ વિસ્તારમાં 500 ફૂટ નીચે બોર કરે તો પણ પાણી નીકળતું નથી.  સરકાર દ્વારા આ બાબતે ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી થાય તો અમને પણ પાણીની સુવિધા મળી રહે. પંચાયતે પણ એ બાબતે તંત્રનું ધ્યાન દોરવું જોઇએ. > જાનુભાઇ શુકરભાઈ ધાકલ, જામનીમાલ ફળિયા, કણધા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો