વાયરની ચોરી:ઝાંખરડા-ડુંગરીમાં 10 વીજપોલને જમીનદોસ્ત કરી વાયરની ચોરી

વાંકલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર ગામના ખેડૂતોએ વીજ કંપનીના અધિકારી અને પોલીસને સામૂહિક લેખિત ફરિયાદ કરી

માંગરોળ તાલુકાના ઝાંખરડા અને ડુંગરી ગામે કૃષિ વીજ લાઈનના વિજ વાયરો ચોરી કરતી ટોળકી 10 જેટલા વીજપોલ તોડી પાડી રૂપિયા સાડા ત્રણ લાખથી વધુના વીજ વાયરોની ચોરી કરી જતા મુશ્કેલીમાં મુકાયેલા ઝાંખરડા ડુંગળી સહિત ચાર ગામના ખેડૂતોએ વીજ કંપનીના જવાબદાર અધિકારી તેમજ માંગરોળ તાલુકા પોલીસ તંત્રને સામૂહિક લેખિત ફરિયાદ કરી વીજ વાયરોની ચોરી કરતી ગેંગને ઝડપી પાડવાની માંગ કરી છે.

માંગરોળ તાલુકામાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી કૃષિ વીજ લાઈન ના વીજ વાયરોની ચોરી કરતી ગેંગના આતંક નો સિલસિલો યથાવત્ રહ્યો છે પરંતુ પોલીસ તંત્ર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં વીજ વાયરોની ચોરી કરનાર ગેંગ સામે ખેડૂતોની અનેક વખત ની રજુઆત પછી પણ કોઇ નક્કર કાર્યવાહી નહીં કરતા માંગરોળમાં વીજ વાયરોની ચોરી કરતી ગેંગને તાલુકામાં કૃષિ વિજયના વાયરોની ચોરી કરવાનું મોકળું મેદાન મળી ગયું છે, જેનો ભોગ તાલુકાના ખેડૂતો બની રહ્યા છે. અત્રે મહત્વની આ બાબતે છે કે અત્યાર સુધી અંતરિયાળ ખેતરાડી વિસ્તારમાં રાતના સમયે વીજ વાયરોની ચોરી થતી હતી. પરંતુ હાલમાં મોસાલી તડકેશ્વર વચ્ચેના રાજ્ય ધોરી માર્ગ પર ઝાંખરડા ડુંગરી ગામ વચ્ચે વાહનો ની અવર જવર વાળા મુખ્ય માર્ગ પર વીજ વાયરોની ચોરી થઈ છે ચોર ટોળકીએ વીજ લાઈન ના 10 જેટલા વીજપોલ જમીન દોસ્ત કરીને અંદાજિત સાડા સાત કિલો મીટર સુધીના વીજ વાયરો ઉતારી ચોરી કરી છે કુલ રૂ. સાડા ત્રણ લાખથી વધુના વીજ વાયરોની ચોરી થઈ છે. ત્યારે બીજી તરફ હવે ખેડૂતોને સિંચાઇના પાણી માટે વીજળીની જરૂરિયાત ઊભી થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જેથી ઝાંખરડા ડુંગરી બોરસદ દેગડીયા વગેરે ગામના ખેડૂત આગેવાનો ઈદ્રીશભાઈ મલેક, બાબુભાઈ છગનભાઈ ગામીત, રમણભાઈ મેઘજીભાઈ ગામીત, કેકીભાઈ વગેરે ખેડૂતોએ માંગરોળ સ્થિત ડી જી વી સી એલ કંપનીના જવાબદાર અધિકારી અને માંગરોળ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ને આવેદનપત્ર આપી વિજ વાયરોની ચોરી કરતી ટોળકી ને તાત્કાલિક ધોરણે ઝડપી પાડવાની કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે તેવી રજૂઆત કરી છે ત્યારે હવે પોલીસ તંત્ર ખેડૂતોના હિતમાં વીજ વાયરોની ચોરી કરનારા વિરુદ્ધ કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

માંગરોળ વીજ કંપની દ્વારા પોલીસને લેખિત ફરિયાદ અપાઇ
માંગરોળ સ્થિત ડીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર નયનભાઈ ચૌધરીએ જણાવ્યું કે વિજ વાયરોની ચોરી સંદર્ભમાં અમે માંગરોળ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપી છે પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવાની ખાતરી આપવામાં આવી છે ખેડૂતોને વીજ પુરવઠો મળે એવી વ્યવસ્થા અમે કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...