તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ગાંજાની હેરાફેરીના ગુનાનો વોન્ટેડ આરોપી ઝંખવાવ ગામેથી ઝડપાયો

વાંકલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના પાતલદેવી ગામ ની રેલ્વે ફાટક નજીક નાસ્તાની દુકાન માંથી ગત વર્ષે ઝડપાયેલા ગાંજાના કેસમાં નાસતા ફરતા આરોપીને એસ ઓ જી ની ટીમે બાતમીને આધારે ઝંખવાવ ગામેથી ઝડપી લીધો હતો. ગત વર્ષ તારીખ 23 12 2020 ના રોજ પાતલદેવી ગામે રેલ્વે ફાટક પાસે આવેલ દંતેશ્વર નાસ્તા હાઉસ ગામની દુકાનમાંથી એસ ઓ જી ની ટીમે અંદાજિત અઢી કિલો ગાંજો ઝડપી પાડયો હતો અને દુકાનના માલિક રામુભાઈ મોગીયાભાઈ વસાવા ની ધરપકડ કરી હતી જ્યારે આ ગુનામાં ગાંજો દુકાનમાં લાવનાર દાદા નામનો આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.

હાલમાં જિલ્લા પોલીસ વડા દ્વારા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની સૂચના માં આવતા એસ.ઓ.જી.ના પો.સ.ઇ જે કે ધડુક ના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તપાસ શરૂ કરતાં એ.એસ.આઇ કિરણસિંહ લક્ષ્મણસિંહ, રણછોડભાઇ કાબાભાઇ, આસિફખાન ઝહિરખાન, વગેરે પોલીસ કર્મચારીઓએ બાતમીના આધારે પાતલદેવી ગામના ગાંજાના કેસના વોન્ટેડ આરોપી દાદા ને ઝંખવાવ ગામના ચાર રસ્તા બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડયો હતો તેનું નામ પુછતાં સુંદરભાઈ ઉર્ફે દાદા ખાતરીયાભાઈ વસાવા હોવાનું તેમજ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મોવી ગામનો વતની હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...