માંગરોળ તાલુકાના વાંકલ ગામની પ્રાથમિક શાળામાં યોગદાન આપનાર શાળા આચાર્ય બચુભાઈ મગનભાઈ ચૌધરીને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતા તલગાજરડા ખાતે સંત મોરારી બાપુના હસ્તે ચિત્રકુટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે સુરત જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં મૂલ્યાંકન કર્યા બાદ માંગરોળ તાલુકાના વાંકલ ગામની પ્રાથમિક શાળાના આચાર્યની શ્રેષ્ઠ કામગીરીની નોંધ લેવામાં આવી છે.
2020/21ના ચિત્રકૂટ એવોર્ડ માટે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાની વાંકલ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા બચુભાઇ મગનભાઇ ચૌધરીની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી થઈ છે. તેઓ વર્ષ 2013થી મુખ્ય શિક્ષક, કેન્દ્ર શિક્ષક, સાથે સાથે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત કુમાર છાત્રાલય વાંકલના ગૃહપતિ તરીકેનો ચાર્જ સંભાળી સફળ સંચાલન કરી વાંકલ શાળાની નવી ઊંચાઇ પર લઇ જવાનું કામ તેમણે શાળા પરિવારના સહયોગથી કર્યું છે. ઉપરાંત મારી શાળા ગ્રીન શાળા, સ્વચ્છ શાળા, સુત્રને ખરા અર્થમાં તેમણે સાર્થક કરી સ્વચ્છતા એવોર્ડ પણ શાળા નામે અંકિત કર્યો છે.
શાળામાં ભણતા બાળકોને વિનામૂલ્યે કોચિંગ ક્લાસ ચલાવી બાળકોને રાષ્ટ્રીય કક્ષા સુધી રમતગમત ક્ષેત્રે ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા છે. અત્યાર સુધી રાજ્યકક્ષાની સ્પર્ધામાં વાંકલ શાળાની ટીમને બે ગોલ્ડ ત્રણ વખત સિલ્વર તેમજ ત્રણ વખત બ્રોન્ઝ મેડલ અપાવી ગૌરવ અપાવ્યું છે. પ્રાથમિક શિક્ષણ અને અભ્યાસિક પ્રવૃત્તિઓમાં મહત્વનું યોગદાન રહ્યું છે. વાંકલ પ્રાથમિક શાળાના આચાર્ય બચુભાઇ ચૌધરીની પસંદગી રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેના ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી કરી છે. 11 /5/ 2022ના રોજ ચિત્રકુટધામ તલગાજરડા ખાતે તેમને મોરારિબાપુના હસ્તે ચિત્રકુટ એવોર્ડથી સન્માનિત કરાશે. તેમની કામગીરીને ધ્યાને લઇ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, જિલ્લા પ્રા. શિક્ષક સુરત અને ગુજરાત રાજ્ય પ્રા. શિક્ષક સંઘે શુભેચ્છા પાઠવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.