માંગરોળમાં વાલ્મિકી સમાજના આગેવાનોએ જનઆક્રોશ રેલી યોજી મામલતદારને આવેદન સુપરત કરી દિલ્હીમાં 9 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરી સળગાવી દેનાર નરાધમોને ફાંસી આપવા માંગ કરી હતી. માંગરોળ તાલુકાના વિવિધ ગામના વાલ્મિકી સમાજના લોકો તાલુકા મથકે એકત્ર થયા હતા અને પોસ્ટર બેનર પ્લેકાર્ડ સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શન કરી સમાજ ઉપર થયેલા અત્યાચાર બંધ કરાવા માંગ કરી હતી.
તેમજ દિલ્હીમાં સરકાર કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં નિષ્ફળ ગઈ હોવાથી તેને બરખાસ્ત કરવા માંગ ઉઠી હતી. સમાજના રાજેશભાઈ કટારીયા, મહેશભાઈ પરમાર, અરૂણભાઇ પરમાર, વિપુલભાઈ પરમારએ રાષ્ટ્રપતિને સંબોધીને લખેલું આવેદન મામલતદારને સુપ્રત કર્યુ હતુ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.