તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:વડગામના સરપંચ ગેરરીતિ આચરવાના મુદ્દે સસ્પેન્ડ, ઉપસરપંચને સોંપાયો ચાર્જ

વાંકલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તા. પં.ની ચૂંટણીમાં મનદુઃખ હોવાથી સરપંચે અપક્ષને ટેકો આપ્યો હતો

ઉમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તારના વડ ગામના મહિલા સરપંચ શકુંતલાબેન વસાવાએ વહીવટમાં ગેરરીતિ આચરી હોવાના આરોપસર જિલ્લા વિકાસ અધિકારી યસ સસ્પેન્ડ કરતા ઉપસરપંચ જીગીશાબેન વસાવાએ તેમના ટેકેદારો સાથે વાજતે-ગાજતે સરપંચ તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. વડ ગામના સરપંચ તરીકે 2016માં શકુંતલાબેન વસાવા ચૂંટાયા હતા અને તેમના કાર્યકાળ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સસરા ઇમાભાઇ વસાવાને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ આપ્યો હતો, જેની સામે સાચા લાભાર્થી તરીકે ઇમાભાઇ વસાવા લાભથી વંચિત રહ્યા હતા.

આ ફરિયાદ ઉઠતા આવાસની રકમ 1,20,000 રિકવર કરાયા હતા. આ સંદર્ભમાં સરપંચે એક જ સરખા બે નામ હોવાથી શરતચૂકથી લાભ આપવામાં આવ્યો હોવાનો જવાબ રજૂ કર્યો હતો. એલ ઇ ડી સ્ટ્રીટ લાઈટ માટે એક લાખની ફાળવણી કરી હતી, જ્યારે તેમણે ઓછી એલઇડી લાઇટ લગાવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તેના જવાબમાં રીપેરીંગ માટે લાઈટો ઉતારી હોવાનું થયું હતું જ્યારે અન્ય ફરિયાદમાં ગરનાળાનું કામ નક્કી કરેલી જગ્યાને બદલે અન્ય જગ્યાએ બનાવવાનો આરોપ લગાવ્યો હતો.

ત્રણ જેટલા મુદ્દાઓમાં તેમને કસૂરવાર ઠેરવી ડીડીઓએ કલમ 57 હેઠળ શકુંતલાબેનને સરપંચના હોદ્દા પરથી દૂર કરી ઉપસરપંચ તરીકે સેવા આપતા જીગીશાબેન વસાવાને સરપંચ તરીકેનો ચાર્જ સંભાળવા હુકમ કર્યો હતો. બીજી તરફ થોડા સમય પહેલાં યોજાયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં વડગામ બેઠક ઉપર ભાજપના ઉમેદવારની પસંદગી મુદ્દે મન દુખ હોવાથી સરપંચે અન્ય અપક્ષ ઉમેદવારને ટેકો કર્યો હતો, જેના પરિણામે સરપંચ પદ ગુમાવવાનો વારો આવ્યો હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...