તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રિવેણી કાર્યક્રમ:ઉમરદામાં ભારતમાતા અને વિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ

વાંકલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉમરડા ગામમાં ભારત માતા અને સ્વામી વિવેકાનંદ પ્રતિમા અનાવરણ. - Divya Bhaskar
ઉમરડા ગામમાં ભારત માતા અને સ્વામી વિવેકાનંદ પ્રતિમા અનાવરણ.
  • ઉમરપાડા તાલુકામાં રસીકરણ અંગે જનજાગૃતિ વૃક્ષારોપણ સાથે ત્રિવેણી સંગમ સમો કાર્યક્રમ યોજાયો

ઉમરપાડા તાલુકાના ઉમરદા ગામે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ કેબિનેટ મંત્રી ગણપત વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ઉમરદા ખાતે ભારતમાતાની મૂર્તિ અને સ્વામી વિવેકાનંદજીની મૂર્તિની સ્થાપના કરી હતી, જેના અનાવરણ પ્રસંગે કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ યુવા બોર્ડના કાર્યની સરાહના કરી હતી.

યુવાનોમાં સ્વામીજીના વિચારોનું નિર્માણ થાય દેશપ્રેમની ભાવનાનું સર્જન થાય તેવું રાષ્ટ્રપ્રેમનુ ઉમદા ઉદાહરણ રૂપ કાર્ય આજે ઉમરદા ગામમાં થયું છે તેમ જણાવ્યું હતું. યુવા બોર્ડના જિલ્લા સંયોજક નીરવ ખત્રીએ યુવા બોર્ડના કાર્ય વિશે માહિતી આપી હતી. વધુમાં પ્રાંત અધિકારી જનમ ઠાકોરએ રસીકરણ અભિયાન અંગે માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...