તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ઉમરપાડા મામલતદાર કચેરીમાં એક માસથી નેટ ધાંધિયાથી પ્રજા પરેશાન

વાંકલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ઉમરપાડા કોંગ્રેસના આગેવાનો ઇન્ટરનેટ સુવિધા બંધ બાબતે મામલતદાર કચેરીએ લેખિત આવેદનપત્ર આપી રહેલા કોંગ્રેસના આગેવાનોે. - Divya Bhaskar
ઉમરપાડા કોંગ્રેસના આગેવાનો ઇન્ટરનેટ સુવિધા બંધ બાબતે મામલતદાર કચેરીએ લેખિત આવેદનપત્ર આપી રહેલા કોંગ્રેસના આગેવાનોે.
 • ઉકેલ માટે કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી

ઉમરપાડા તાલુકા મથક ની સરકારી મામલતદાર કચેરીમાં છેલ્લા એક માસથી ઈન્ટરનેટ સુવિધા ખોરંભે પડતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે.ઉમરપાડા તાલુકાની મામલતદાર કચેરીમાં છેલ્લા એક માસથી ઇન્ટરનેટની સુવિધા ખોરંભે પડયાની રાવ ઉઠવા પામી છે જેથી ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રાશનકાર્ડ , જાતિના દાખલા વગેરે જેવા જરૂરી દસ્તાવેજો માટે ધરમના ધક્કા ખાવા પડતાં હોય ત્યારે ડિજિટલ ઈન્ડિયાની જાણે હાસી થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ હાલમાં ખરી મુશ્કેલી ભોગવતી પ્રજા સામે ખરી વાસ્તવિકતા આવી રહી છે.

પ્રજાના હિતમાં જવાબદારો આ સંદર્ભમાં જરૂરી કાર્યવાહી કરી ઇન્ટરનેટની સુવિધા વ્હેલી તકે શરૂ કરે અને લોકોને પડતી પારાવાર મુશ્કેલી દૂર કરે એજ સમયની માંગ છે. પ્રજાની મુશ્કેલીને વાચા આપવાના મૂળ હેતુ સાથે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશભાઈ વસાવા મહામંત્રી હિતેશભાઈ પટેલ અશોકભાઈ વસાવા સહિત આગેવાનો દ્વારા ખોરંભે પડેલી ઈન્ટરનેટ સેવા બાબતે મામલતદારને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે અને માગણી નહીં સંતોષાય તો પ્રજાના હિતમાં આંદોલન કરશે તેવી ચીમકી કોંગ્રેસના આગેવાનોએ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો