તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મોટાબોરસરાથી યાર્ન ભરેલા પીકઅપની ચોરી કરનારા બે કેવડી નજીક પકડાયા

વાંકલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહારાષ્ટ્ર અકલકુવા તરફ ચોરીનો માલ વેચવા જઈ રહ્યા હતા

માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામેથી યાર્ન ભરેલ પીક અપ ગાડીની ચોરી કરી ભાગેલા બે ઇસમોને ઉમરપાડા પોલીસે કેવડી ગામે થવા રોડ ઉપર થી રૂ.3,52,500 ના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી લીધા છે.

મોટા બોરસરા ગામે આવેલા દરબાર હોટલની સામે આવેલા શોપિંગ સેન્ટરના કમ્પાઉન્ડમાં પીક અપ ટેમ્પો નંબર (G.J.19 X 8034) માં યાર્નના બોક્સ ભરી પાર્ક કર્યો હતો. આ વાહનની ચોરી કરી ચોરી ઇસમો મહારાષ્ટ્રના અકલકુવા તરફ વેચાણ કરવા જઈ રહ્યા હતા. ત્યારે કેવડી નજીક થવા ગામ તરફના રસ્તા પર આ ઈસમો વાહન લઇને ઊભા હોવાની બાતમી ઉમરપાડા પોલીસને મળતા પોલીસ કોન્સ્ટેબલ નિતેશભાઇ કુમાજીભાઈ, પ્રફુલભાઈ સાકરભાઇ, રણજીતભાઈ ભંગીયાભાઈ નિલેશભાઈ જયસિંગભાઈ. સંજયભાઈ શંકરભાઈની ટીમે પીકઅપ ગાડીમાંથી બે ઇસમને ઝડપી લીધા હતા. તેઓનું નામ પુછતા ઇમરાન હસનભાઈ પઠાણ (રહે આલીપોર તાલુકો ચીખલી જીલ્લો નવસારી મૂળ રહે રાજસ્થાન) બીજા ઈસમે પોતાનું નામ તોશીમ ઈલિયાસ શાહ (રહે વસરાવી તાલુકો માંગરોળ જિલ્લો સુરત) હોવાનું જણાવ્યું હતું. શંકાસ્પદ વાહનને ચેક કરતા 30 જેટલા યાર્નના બોક્સ મળી આવ્યા હતા, જેની કિંમત 90,000 તેમજ બ્લેક કલરની લાલ પટ્ટાવાળી બાઇક (GJ 19 AD 2171) તેમજ નંબર વગરની એક બાઇક બંનેની કિંમત 60,000, વાહનની કિંમત રૂ 2,00,000 મળી કુલ મુદ્દામાલ. રૂ.3, 52,500 મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો