તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત જિલ્લા પંચાયતની નાનીનરોલી અને ઝંખવાવ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારનો ટિકિટ માટેનો જંગ આજે બીજે દિવસે યથાવત રહ્યો છે. હવે આખો આ મામલો ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી હાથમાં પહોંચી ગયો છે.
નાની નરોલી જિલ્લા પંચાયત બેઠક ઉપર કોંગ્રેસના દર્શન નાયકએ ઉમેદવારી નોંધાવી છે. બીજી તરફ માંગરોળના સ્થાનિક આગેવાન ઇદ્રીશ મલેકે પોતાની દાવેદારી નોંધાવી છે. જિલ્લા પંચાયત બેઠક માટેની ટિકીટનો મુદ્દો પ્રથમવાર પ્રદેશની નેતાગીરી સમક્ષ પહોંચ્યો છે. મહત્તમ જિલ્લા કક્ષાએ ટિકિટોની ફાળવણીનો મામલો પૂર્ણ થતો હોય છે. પરંતુ હાલ નાની નરોલી અને ઝંખવાવ જીલ્લા પંચાયત બેઠકનો મામલો વિધાન સભાની ટિકિટ મેળવવાની માફક પ્રદેશ કક્ષાએ છેલ્લા ત્રણ દિવસથી ગુંજી રહ્યો છે.
પરંતુ હાલ આ મુદ્દે કોઇ નિરાકરણ આવ્યું નથી બંને જૂથના આગેવાનો પોતાના ઉમેદવારને ટિકીટ મળે એ માટે સતત પ્રદેશની નેતાગીરી ઉપર ભલામણનો દોર ચલાવી રહ્યા છે. ત્યારે માંગરોળ ખાતે કોંગ્રેસના બંને જૂથના કાર્યકરોને પોતાની તરફથી ઉમેદવારને ટિકિટ મળવાના ઉત્સાહથી કાર્યાલયો ધમ ધમતા કરી રહ્યા છે. બંને જૂથના કાર્યકરોએ અલગ અલગ કાર્યાલય ખોલી પેનલના ઉમેદવારોના ઉમેદવારીપત્રો ભરવાની કામગીરી બંને તરફ જોરશોરથી ચાલી રહી છે.
નાની નરોલી બેઠક ઉપર જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધપક્ષના નેતા દર્શન નાયકે ઉમેદવારી નોંધાવી છે. તેમની સામે સ્થાનિક ઉમેદવાર ઇદ્રીશ મલેકે ઉમેદવારી નોંધાવતા બંને ઉમેદવારો વચ્ચે ટિકિટ મેળવવા કાંટાની ટક્કર ચાલી રહી છે. જ્યારે ઝંખવાવ જિલ્લા પંચાયત બેઠક ઉપર સંતોષ મૈસુરીયા અને ઈરફાન મકરાણી બંને ઉમેદવારોનું ભાવિ નાની નરોલી બેઠક સાથે જોડાયેલું છે. નાની નરોલી બેઠક પર ઉમેદવારનુ નામ જાહેર થયા પછી માંગરોળ તાલુકા કોંગ્રેસ પક્ષમાં મોટો વિખવાદ થવાની દહેશત હાલ વર્તાઈ રહી છે.
ભાજપે પીઢ કાર્યકરોને મેદાનમાં ઉતાર્યા
નાની નરોલી જિલ્લા પંચાયત બેઠક માટે ભાજપે મુસ્લિમ ઉમેદવાર અફઝલખાન પઠાણની પસંદગી કરી છે, જ્યારે ઝંખવાવ બેઠક પર પીઢ કાર્યકર દિનેશ સુરતી અને માંગરોળ બેઠક ઉપર નયનાબેન ધર્મેન્દ્રસિંહ સોલંકીની પસંદગી કરી 3 બેઠક પર ભાજપે પીઢ કાર્યકર્તાઓને મેદાનમાં ઉતાર્યા છે. છેલ્લી બે ટર્મથી પીપોદરાને કોસંબા બેઠક ઉપર ચૂંટણી જીતી જાદુગર બનેલા અફઝલખાન પઠાણને નાની નરોલી જિલ્લા પંચાયત બેઠક ઉપર ભાજપે મેદાનમાં ઉતાર્યા છે તેમજ વાંકલ તાલુકા પંચાયતની બેઠક ઉપર યુવા કાર્યકર ડોક્ટર યુવરાજસિંહ સોનારીયાની પસંદગી કરી છે.
આંબાવાડી બેઠક ઉપર તૃપ્તિબેન મૈસુરીયા બોરસદ બેઠક ઉપર માજી તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત સહિતના ઉમેદવારોની પસંદગી આ બેઠકમાં કરવામાં આવી છે જ્યારે ઝંખવાવ બેઠક ઉપર વર્ષો જૂના ભાજપના પીઢ કાર્યકર દિનેશ સુરતીને પ્રથમવાર તક મળી છે ઝંખવાવ તાલુકા પંચાયતની બેઠક ઉપર મુસ્લિમ મહિલા નસીમબાનું કડીવાલા અને વડ બેઠક ઉપર ભાજપના મહામંત્રી અને તાલુકા પંચાયતના સભ્ય સહિત ત્રણ ઉમેદવારોની હરીફાઈમાં નવા ચહેરા દિપકભાઈ ચૌધરીને તક આપી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.