તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાથાપાઈ:કેવડી કુંડ ગામે જૂની અદાવતમાં બે પરિવાર વચ્ચે મારામારી 2ને ઈજા, સામસામે ફરિયાદ

વાંકલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકા કેવડી કુંડ ગામે સાત માસ અગાઉ કુટુંબની વહુને પોલીસમાં અરજી અમારા વિરુદ્ધ કેમ અપાવી તેમજ ગામમાં ભાથીજીના વરઘોડા દરમિયાન ઘરની વાડ તોડવાની બાબતે થયેલી બોલાચાલીની જૂની અદાવતમાં બે પરિવારો વચ્ચે મારામારી થતાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. કેવડી કુંડ ગામે રહેતા ધર્મેશ વસાવા વડગામ રસ્તા પરથી આવી રહ્યો હતો ત્યારે પંકજ વસાવા અને પ્રભાત વસાવાએ આંતરી જણાવ્યું કે કુટુંબની વહુ સવિતા વસાવાને અમારા વિરુદ્ધ પોલીસમાં અરજી કેમ અપાવેલી અનીશ વસાવા, બકુલ વસાવા સહિત ચારે ધર્મેશને મારી ઇજા પહોંચાડી હતી. તેઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જ્યારે સામે પ્રભાતભાઈ વસાવાએ ઇજાગ્રસ્ત હાલતમાં  સરદાર હોસ્પિટલથી નોંધાવેલી ફરિયાદ મુજબ સાત માસ ગામમાં ભાથીજી મહારાજનો વરઘોડો નીકળ્યો હતો ત્યારે અમારા આંગણાની વાડ તૂટી હતી, જેથી અમારી સાથે ધર્મેશ વસાવાને બોલાચાલી થઈ હતી, જેની રીસ રાખી ધર્મેશ વસાવા, બાબુ વસાવા, અજીત વસાવા, રાહુલ વસાવા, પંકજ વસાવા લાકડીઓ સાથે મારા પુત્ર પંકજને માર મારવા માટે દોડયા હતા. ત્યારે પંકજ ખેતરે ભાગી આવ્યો હતો આ સમયે મારા પુત્રનો શું વાંક ગુનો છે શા માટે મારવા દોડો છો એવું કહેતા ધર્મેશ તેમજ બાબુ ે ઉશ્કેરાઇ લાકડાના સપાટા મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પાંચે ઇસમો ભાગી છૂટયા હતા. ત્યારબાદ 108ની મદદ લઈને પ્રભાતભાઈને ઝંખવાવ અને ઝંખવાવથી બારડોલી સારવાર માટે લઇ જવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...