ઉમરપાડા તાલુકાના વહાર ગામે એક 50 વર્ષીય આધેડે ખેતરમાં ઝાડ સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. વહાર ગામનો મનસુખભાઈ દિતીયાભાઈ વસાવા મહિલા બચત જુથ પ્રેરિત રાઈસમીલ ચલાવતો હતો પરંતુ છેલ્લા કેટલાક વર્ષમાં બે-ત્રણ વખત માનસિક અસ્વસ્થ થયો હતો ગતરોજ પોતે આપઘાત કરવાના ઈરાદે રાત્રીના 12 વાગ્યે ઘરના સભ્યો સુતા હતા.
ત્યારે આગળથી ઘરના દરવાજા નો લોક કરી હાથમાં ઓઢણી લઈ નીકળી ગયો હતો જેથી ઘરના સભ્યોને જાણ થતાં તેની શોધખોળ પણ હાજરી હતી પરંતુ તેનો પત્તો ન લાગ્યો હતો ત્યારબાદ સવારે મનસુખભાઈ ગામમાંથી પસાર થતી વેળા નદી ના કિનારે આવેલ મનજીભાઈ રાસીયાભાઈ વસાવા ના ખેતરમાં એક ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો આ ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબ્જો લઈ અગમ્ય કારણોસર અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.