તસ્કરી:દુકાનનું શટર ખોલવા જ્વેલર્સે 20 લાખના દાગીના ભરેલી બેગ નીચે મુકતા જ તફડંચી

વાંકલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માંગરોળના માસાલી બજારમાં આવેલી અંબિકા જ્વેલર્સ જયા ચોરીની ઘટના બની હતી. - Divya Bhaskar
માંગરોળના માસાલી બજારમાં આવેલી અંબિકા જ્વેલર્સ જયા ચોરીની ઘટના બની હતી.
  • દુકાનનું શટર ખોલવા જ્વેલર્સે 20 લાખના દાગીના ભરેલી બેગ નીચે મુકતા જ તફડંચી

માંગરોળ મોસાલી બજારમાં પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે આવેલ અંબિકા જ્વેલર્સના માલિક 20 લાખના સોના ચાંદીના દાગીના અને રોકડ ભરેલ પાકીટ લઈને ઘરેથી આવી, સવારે દુકાન ખોલવા પાકીટ સાઈડમાં મૂક્યું અને શટર ખોલવા જતા, ત્યાં અગાઉથી પ્લાનિંગ કરીને તૈયાર 2 ગઠિયાઓ દાગીના ભરેલ પાકિટની ચોરી કરી મોટરસાયકલ પર ભાગી ગયા હતા. સ્થાનિકની મદદથી પીછો કરવા છતાં, બંને ગઠિયાઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. પોલીસ સ્ટેશન નજીક લાખ્ખોની ચોરીની ઘટના બનતા ખળભળાટ મચી ગયો હતો.

છેલ્લા કેટલાક વર્ષોથી માંગરોળ તાલુકા મથકના મોસાલી બજારની દુકાનોમાં ચોરી થવાની ઘટનાઓ બનતી આવી છે. ગત વર્ષે પણ ચોરીનો બનાવ આ જગ્યા પર બન્યાં છે, ત્યારે વધુ એકવાર રૂપિયા 20 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડ ભરેલી બેગની સવારે ચોરીનો બનાવ બન્યો હતો. માંગરોળ ગામમાં રહેતા અને મોસાલી બજારમાં અંબિકા જ્વેલર્સ નામની દુકાન ચલાવતા હીરાલાલ લક્ષ્મીચંદ સોની સવારે 9 વાગ્યે પોતાની દુકાન આવ્યા હતા.

હાથમાં 20 લાખના દાગીના ભરેલ પાકીટ હોય, જે સાઈડમાં મૂકી, દુકાનનું શટર ખોલતા હતા, આ સમયે પૂર્વયોજીત પ્લાનિંગ સાથે મોટરસાયકલ લઇને‎ આવેલા 2 ગઠિયા માંથી એક ગઠિયો ઉતરી, સાઈડ પર મૂકેલ દાગીના ભરેલ પાકીટની‎ ઉઠાંતરી કરી બાઈક પર બેસી બન્ને વકીલપરા તરફ ભાગી છૂટયાં હતા. જવેલર્સ હીરાલાલે‎ બૂમાબૂમ કરતા બાજુની દુકાનવાળા નિઝામભાઇ મદદે દોડી આવ્યા હતા, અને ઘરેણાની‎ બેગ લઇને ભાગેલા ઈસમોનો પીછો કર્યો હતો. પરંતુ ખરેડા ગામથી બીજા રસ્તે ફંટાઈ‎ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. છેલ્લા એક બે દિવસથી ઘટનાને અંજામ આપવા માટે‎ આ ઈસમોએ રેકી કરી રહ્યા હતા.

વેપારી કેટલા વાગે સવારે દુકાન ખોલવા આવે છે, તેવી‎ તમામ ગતિવિધિ પર નજર રાખતા હતા. ગઈ રાત્રી દરમિયાન દુકાનના સી સી ટી વી‎ કેમેરાને બીજી દિશા તરફ ફેરવી નાખ્યા હતા. તેમજ કેમેરા ઉપર કોઈ પ્રવાહી છાંટયુ હતું.‎ ચોરીના બનાવ સંદર્ભમાં દુકાન માલિક હીરાલાલ લક્ષ્મીચંદ સોનીએ માંગરોળ પોલીસ‎ મથકમાં સોનાની વિટીઓ, મંગળસૂત્ર, સોનાના પેન્ડલ અને રૂપિયા 20,000 રોકડા‎ સહિત કુલ રૂપિયા 20 લાખની ચોરી અંગે ફરિયાદ આપતા 2 અજાણ્યા યુવકો વિરુદ્ધ ગુનો‎ નોંધાયો હતો. ચોરીની મોટી ઘટનાને લઇ નાયબ જિલ્લા પોલીસ વડા સી એમ જાડેજા‎ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ચુડાસમા સહિત પોલીસ‎ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને તપાસનો દોર શરૂ કર્યો છે‎.

બંને તસ્કરો પહેલેથી જ્વેલર્સનો પીછો કરતા હતા
માલિક જ્યારે સવારે દુકાન ખોલવા પહોંચ્યા ત્યારે તેમની પાછળ પાછળ જ એક બાઇક પસાર થતી સીસીટીવીમાં દેખાઇ હતી. જેની થોડી સેકન્ડ બાદ બાઇક યુટર્ન લઇને આવેલછે.અને20 લાખના દાગીના અને રોકડ રૂપિયા ભરેલ પાકીટ લાલ કલરનું જેકેટ, અને પીળા રંગની ટી-શર્ટ અને જીન્સ પેન્ટ પહેરેલ હતું, જ્યારે મોઢા પર મફલર બાંધેલું હતું. જ્યારે બાઇક પર બેસી રહેલ બીજો યુવક હેલ્મેટ પહેરલ હતો.

ઘટના પૂર્વનિયોજીત
ચોરોએ ચોરી માટે સતત રેકી કરી હોવી જોઈએ, ઘટનાને અંજામ સવારે આપવાનો હોવાથી, બાજુની દુકાનના કેમેરા પણ ફેરવી નાખ્યા હતા. પૂર્વયોજિત ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. પોલિસ માટે પણ ઘટના પડકારરૂપ સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...