માંગરોળ તાલુકાના આમનડેરા ગામે ગાયની કતલ કરવાના ગુનામાં સંડોવાયેલા ત્રણ વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડયા છે.12 મી એપ્રિલના રોજ રાત્રી દરમિયાન આમનડેરા ગામની સીમમાં નહેર પર ઉસ્માન કરીમ પઠાણ ગાયની કતલની કતલ કરી ગૌમાંસ વેચી રહ્યો હોવાની બાતમી માંગરોળ પોલીસને મળતા પોલીસે ઉપરોકત સ્થળે રેડ કરી હતી ત્યારે ગાયની કતલ કરનારા ત્રણ આરોપીઓ ભાગી છૂટયા હતા. પોલીસે સ્થળ ઉપરથી ગાયનું માથું ચાર પગ ચામડું અને 180 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું
તેમજ સ્થળ ઉપરથી એક આરોપી રાજુ સુખા વસાવા ઝડપાઈ ગયો હતો, જેની પૂછપરછમાં ગાયની કતલ કરનારા ત્રણ આરોપીઓ ભાગી છૂટયા હોવાનું તેણે જણાવ્યું હતું અને ગુનામાં સંડોવાયેલા એક આરોપી તેમજ ગૌમાંસ ખરીદનાર બેના નામ આપતા પોલીસે ચાર આરોપીને તે દિવસે ઝડપી લીધા હતા, જ્યારે ગાયની કતલ કરી ભાગી છૂટેલા ઉસ્માન કરીમ પઠાણ, બિલાલ ઐયુબ ગોંધી, અને ગુણવંત સુખા વસાવા, તમામ રહે આમનડેરા ગામને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. ઉપરોક્ત આરોપીને પોલીસે હાલ ઝડપી લઈ કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.