માંગરોળ તાલુકાના વસરાવી ગામના સ્મશાન ભૂમિ પાસે થી માંગરોળ પોલીસે એક સગીત સહિત ત્રણ રીઢા બાઇક ચોર અને ઝડપી પાડયા હતા ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ વ્યારા પોલીસ મથકમાં બાઈક ચોરીનો ગુનો નોંધાયેલ છે જેથી હાલ વ્યારા ત્રણેય આરોપીઓની તપાસ માટે લઇ જવામાં આવ્યા છે.
માંગરોળ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વસરાવી ગામના સ્મશાન પાસે પાંચ જેટલા ઈસમો શંકાસ્પદ હાલતમાં હાજર છે અને કોઈ મોટો ગુનો આચરવાની ફિરાકમાં છે જેથી પોલીસ કર્મચારીઓની ટીમે બાતમીવાળી જગ્યાએ તાત્કાલિક તપાસ કરતા બે ઈસમો ચોરીની બાઈક સાથે ઝડપાઈ ગયા હતા. જ્યારે અન્ય ઈસમો પોલીસને જોતા બાઈક લઈને ભાગી છૂટયા હતા પોલીસે આ ઇસમોને એક બાઇક સાથે પોલીસ મથક ખાતે લઈ જઈ કડકાઈથી પૂછપરછ કરતા એક ઈસમે પોતાનું નામ આકાશભાઈ રમેશભાઈ ગામીત (ઝાબપાતલ,માંડવી) માંડવી નો હોવાનું કહ્યું હતું જ્યારે બીજા એ પોતાનું નામ રાહુલ શેખર પ્રધાન (વ્યારા, મૂળ ઓરિસ્સા)વ્યારાનો હોવાનું જાણવા મળ્યું હતું, અન્ય એક સગીર બાળક ઝડપાયો હતો.
તેણે જણાવેલ કે અમારા મિત્ર જયદીપભાઈ ચૌધરી રહે ઉમરખાડી તાલુકો માંડવી તેમજ સોહેલ(સૂરત)નામનો ઇસમ 5 દિવસ પહેલા માંડવી પાસે અમને મળ્યો હતો, અને તેમની પાસેની કે.ટી.એમ.બાઈક જણાવ્યું કે વ્યારા ખાતેથી આ બાઇકની ચોરી કરેલ છે. આ બાઈક કોઈ અવાવરું જગ્યાએ રાખવા માટે જણાવ્યું હતું. જેથી અવાવરૂ જગ્યાની શોધમાં અમે વસરાવી ગામના સ્મશાનમાં બાઈક છુપાવવા માટે આવ્યા હતા. ઉપરોક્ત બે બાઈક ચોરીના રીઢા ગુનેગારો અને પોલીસ આવતા ભાગી છૂટેલા અન્ય ઇસમોને ઝડપી લેવામાં આવે તો, તેઓ પાસેથી અનેક ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.