કાર્યવાહી:ભ્રષ્ટાચારના આરોપ બાબતે યુવકને તા. પં. મહિલા સભ્યએ તમાચા માર્યા

વાંકલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેત તલાવડી મુદ્દે ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટના

ઉમરપાડા તાલુકાના વડ ગામમાં ખેત તલાવડીનો લાભ નહીં આપી પૂર્વ સરપંચે ભ્રષ્ટાચાર કર્યા આરોપ લગાવવાના મુદ્દે થયેલા ઝઘડામાં તાલુકા પંચાયતના સદસ્ય ઈન્દુબેન વસાવાએ ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં બે તમાચા મારતા તાલુકા પંચાયતના સભ્ય સહિત બંને પક્ષે સામસામે ગુનો નોંધાયો છે. વડ ગામના કમલેશભાઈ વસાવા ઝેરોક્ષની દુકાન ચલાવે છે તેમણે માતા કવિબેનના નામે ખેત તલાવડી મંજૂર હોવા છતાં લાભ મળ્યો નથી અને સસ્પેન્ડ પૂર્વ સરપંચ પર ખેત તલાવડીમાં ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ લગાવ્યો હતો.

આ બાબતે પૂર્વ સરપંચના ઘરના સભ્ય જીવણભાઈ વસાવાએ આરોપો કેમ લગાવે છે કહી કમલેશ સાથે ઝઘડો કરી બે તમાચા માર્યા હતા, જેથી કમલેશ વસાવાએ ઉમરપાડા પોલીસમાં જીવણભાઈ વિરુદ્ધ ફરિયાદ આપી હતી, જ્યારે સામે પક્ષે જીવણભાઈ એ કમલેશ વસાવા અને જગદીશ અને રાજુભાઇ સહિત ત્રણેય સામે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને આવ્યા હતા. તેમજ બંને પક્ષો વચ્ચે સમાધાનની વાતચીત ચાલી રહી હતી.

આ સમયે તાલુકા પંચાયત સદસ્ય ઈન્દુબેન વસાવા ત્યાં આવતા તેમણે કમલેશભાઈનો પક્ષ લઇ પોલીસ સ્ટેશનમાં જીવણભાઈને બે તમાચા મારી દીધા હતા. અન્ય પોલીસ કર્મચારીઓ ઇન્દુબેનને બીજા રૂમમાં લઈ ગયા હતા. પોલીસે ઈન્દુબેન સહિત ચાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો તેમજ સામે પક્ષે ગુનો નોંધી જીવણભાઈ સહિત તમામની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...