તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ઘોડબારની સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવક અપહરણ કરી ગયો

વાંકલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માંગરોળના ઘોડબાર ગામની સગીર વયની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી ભગાડી જનાર સામે સગીરાના પરિવારે ફરિયાદ નોંધાવી છે. ઘોડબાર ગામની એક સાડા સત્તર વર્ષીય સગીર વયની યુવતી 12 સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ દરમિયાન આ યુવતીને રૂષભ પટેલ નામના યુવક સાથે મિત્રતા થઇ હતી. અને સગીરાએ તેના માતા-પિતાને રૂષભ મારી બહેનપણી નો ભાઈ છે તેવી ઓળખ આપી હતી.

જે બાદ તારીખ 22 ના રોજ માતા-પિતા અને પરિવારજનો ખેતરે ગયા હતા ત્યારે બપોરના સમયે સગીરા ક્યાંક ભાગી ગઈ હતી તેની શોધખોળ કરવા છતાં આસપાસ નહીં મળતા માતા-પિતાએ પોતાની પુત્રી ના ફોન નંબર ઉપર ફોન કર્યો હતો પરંતુ ફોન બંધ હતો એ જ પ્રમાણે રૂષભ પટેલના મોબાઈલ ફોન નંબર, 85118 91332 ફોન કરતા આ નંબર પણ સ્વીચ ઓફ બતાવતો હતો .

વિધર્મી યુવકે નકલી નામ ધારણ કર્યાની શંકા
ઘોડબાર ગામની સગીરાને ભગાડી જનાર ઇસમે સગીરા ને નોકરીની લાલચ આપી હોવાનું બહાર આવી રહ્યું છે સગીરા એ પોતાની બહેનપણીઓ મારફત આ ઈસમ ના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા છે જે ખાતામાં પૈસા જમા થયા છે અન્ય વિધર્મી વ્યક્તિના નામે ચાલે છે ઋષભ પટેલ નામ નકલી નામ હોવાની શંકા યુવતીના પરિવારજનોએ છે

અન્ય સમાચારો પણ છે...